પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
દ્વિરેફની વાતો.

કામ છે એમ પૂછ્યું. મેં કહ્યું, ભગવન્! પ્રસન્ન થયા હો તો મને કૂતરાનો અવતાર આપો. બ્રહ્મા તો ચારે મુખે વાંચતા જ રહ્યા. અને પાંચમા મુખથી આપણે મોં બંધ રાખીને જ ‘ઊં હું’ જેવો ઉચ્ચાર કરી નકાર દર્શાવીએ છીએ તેવો નકાર કહ્યો.

[મેં કહ્યું : પાંચમા મુખથી એ શબ્દ નીચે ટીપ આપી છે. તે વાંચું છું.]

બ્રહ્માને પહેલાં પાંચ મોઢાં હતાં. તેમાંનું એક, બ્રહ્મા સરસ્વતી ઉપર મોહ્યા તેથી કપાઈ ગયું છે. એ મૂળ વેદ ભણતાં અમુક અનુસ્વારનો ग्गूँ જેવો ઉચ્ચાર થાય છે, તે ઉચ્ચાર કરે છે. જેમકે गणानां त्वा गणपतिं हवामहे એમાં पतिंનો અનુસ્વાર ખાસ ચિહ્નથી લખાય છે અને તેના ઉચ્ચાર पतिग्गूँ જેવો થાય છે.

[મેં કહ્યું: આ વાત સાધારણ રીતે લોકો જાણતા નથી એટલે ટીપમાં લખી છે. હવે વાર્તા આગળ વાંચું છું.]

બ્રહ્માએ આંખની ઇશારતથી પૂછ્યું કે શામાટે કૂતરાનો અવતાર માગે છે? મેં કહ્યું, ભગવન્‌ કૂતરાંની કેટલીક ચેષ્ટાઓ સમજવા માટે. બ્રહ્માએ ફરીવાર નકારવાચક ઊહુંકાર કર્યો ? મેં કહ્યું, પણ કેમ ન આપો? તો ફરી એ જ અવાજ કરી અંતરધ્યાન થઈ ગયા.

[મેં કહ્યું: અંતરધ્યાન નીચે ટીપ કરી છે કે સાચો શબ્દ તિરોધાન છે પણ લોકો આ સમજે છે માટે એ લખ્યું છે, હવે આગળ વાર્તા ચલાવું છું.]

હું તો કાંઈ સમજ્યો નહિ, કે એ તે પ્રસન્ન નથી થયા, કે એ અવતાર નથી આપવો, કે છે શું? પણ કહ્યું આપણે તો ફરી તપ કરો ને. નહિ દે ને ક્યાં જશે?

મેં તો ફરી એક હજાર વરસ તપ કર્યું. ત્યાં બ્રહ્માજી પ્રગટ થયા. મેં કહ્યું, સાંભળો મહારાજ ! તમે તો વાણીના પિતા કહેવાઓ ને મારી સાથે, જે લખાય પણ નહિ ને વાણી પણ ન ગણાય એવો