પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.

બીજાં પ્રાણીઓને પણ નીકળે. પણ હસવું ને રડવું એ માત્ર માણસને જ આપેલું છે.”

“પણ મહારાજ, અમે કવિઓ તો ઘણીવાર ગાયો પણ રડવા લાગી, એવાં વર્ણન કરીએ છીએ.”

“તમે તો ક્યાં આકાશને ને ઝાડને પણ નથી રડાવતા?”

“ત્યારે મહારાજ ! એમ કરશો? આપ જ મને દુઃખ પડે છે. એમ જુઓ, કે બીજી રીતે મારે માટે માનવદેહ જરૂરનો ધારો ત્યારે મને પાછો માનવ બનાવો.”

“તો. મૂરખ ! મેં તો તને માનવ બનાવ્યો જ છે ને ! મને જરૂરનું લાગ્યું ત્યારે જ તને માનવ બનાવ્યો હશે ને !”

“હા, હા, મહારાજ, સમજાઈ ગયું. એમ કરો. મારી બૈરી છે ને ! આમેય હું પાછો માનવ થાઉં ત્યારે તમે બૈરી તો મને એ જ આપવાના છો, તો એ બૈરીને મારા વિના જ્યારે બહુ જ દુઃખ લાગે ત્યારે તમારે મને પાછો અત્યારે હું એવો માનવ બનાવી દેવો !”

“પણ તારા ગયા પછી, તારી ગેરહાજરીને લીધે, તારા તરફનો એનો સ્નેહ ઊડી જાય, અને તે તારા વિના દુઃખી જ ન થાય તો ?”

“તો તો ! મહારાજ, પછી કૂતરો જ રહું તો ય શું ખોટું ? પણ એવું તો નહિ બને.”

“તથાસ્તુ !”

ઉનાળાનો દિવસ હતો. અને તાપ તો કહે મારું કામ ! કાળિયો ક્યાંકથી હાંફતો હાંફતો આવ્યો. તેની પાતળી લાલ જીભ બહાર નીકળી પડી હતી અને તેમાંથી લાળનાં ટીપાં પડતાં હતાં. પંડ્યાના ઘર પાસેની ખાળનું પાણી મરીને કચરો થયેલો હતો. કાળિયો ત્યાં ગયો અને ધીમે ધીમે ત્રણ ચાર ગોળ ફૂદડી ફરી પછી એ કચરામાં ગોઠવાઈને બેઠો, અને લાંબા કરેલા આગલા પગ ઉપર માથું મૂકી ધીમે ધીમે