વરરાજાને ડાહ્યા થવું પડ્યું હતું, અને તેના મિત્રો અણવર બન્યા હતા. કાળિયો એકલો ગામ જોવા નીકળી પડ્યો અને ત્યાં શેરીના ત્રણ ચાર ડાઘિયા કૂતરા તેને વળગી પડ્યા અને તેને શરીરમાં અનેક જગાએ બચકાં ભરવા લાગ્યા.
✽
મેં ઓચિંતો એનો પરિચિત અવાજ સાંભળ્યો : “આટલા બધા ઊંહકારા શેના કરો છો ? હવે તો સારું થઈ ગયું છે. નૉર્મલ પણ થઈ ગયું છે. ડોક્ટર કહે છે હવે કાંઈ નથી. કોણ તમને વીંખી ખાવા નવરું છે.”
મેં આંખો ઉઘાડી. અલબત, એ જ હતી. મેં કહ્યું: “વીંખી ખાધાની તને કેમ ખબર પડી ?”
“ક્યારના વીંખી ખાધો વીંખી ખાધો એમ સ્વપ્નામાં બોલો છો તે!”
“એ તો સ્વપ્નું આવ્યું કે મને કૂતરાઓએ વીંખી ખાધો, જાણે અહીં, ને અહીં, ને અહીં બધે બચકાં ભર્યાં. પણ આ શું ? ખરેખર આ બધી જગાએ બહુ જ દુખે છે. જો અહીં, અહીં.”
“એ બધી ઇન્જેકશનની જગાઓ છે, અને ડૉક્ટર કહે છે કે આ ઇંજેક્શનો દુખશે જ.”
“મને તો સ્વપ્નું આવ્યું કે જાણે કૂતરાં વળગી પડ્યાં. સ્વપ્નું બહુ વિચિત્ર આવ્યું. જો જાણે...”
“એક શબ્દ હવે ન બોલશો. માંડ નૉર્મલ આવ્યું છે. અને સ્વપ્નું ગમે તે હોય પણ કૂતરાં કેમ કરડ્યાં તે હું બધું સમજું છું.”
“શું સમજે છે?”
તમારે એક શબ્દ ન બોલવો, હું કહું તે સાંભળો, તમને ટાઈફૉઈડ થયો. અને તમારો વહાલો કૂતરો પ્રહ્લાદ લઈને રમતા