પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.


પાંચ છ દિવસ પછી આખી વાર્તા મેં કહી અને પછી કહ્યું: “જો સ્વપ્ન ગમે તેવું ખોટું હોય, પણ મારી સ્ત્રીને લીધે પાછો માનવ દેહમાં આવું, અને એની એ સ્ત્રી મળે, એટલું સાચું પડ્યું કે નહિ ?”

“કૂતરા તરીકે કૂતરીઓની ખુશામત કરતા હતા, હવે મારી કરો.”

“તારા જેવી મેં કોઈ હઠીલી ન જોઈ. પણ એક બીજો વિચાર કર. ઘણા મોટા પ્રતિભાસંપન્ન પુરુષો વિશે કહેવાય છે કે તેમને મહાન સત્યો સ્વપ્નમાં કે ઊંઘમાં મળી આવે છે. આ પ્રમાણે જુદી જ જાતના પ્રાણીના જીવનનો અનુભવ હજી સુધી કોઈને થયો હોય તો બતાવ.”

“કોણ જાણે કેમ મારાથી સાચું કહ્યા વિના રહેવાતું નથી. તમે આમાં જે જે અનુભવ કહ્યો છે તે સર્વ તમે પહેલેથી જ જાણતા હતા. તમારા મિત્રોને અને મને આવી કશી જિજ્ઞાસા ન હોય, છતાં તમે આ અનુભવની વાત બધી જ અમને કરી છે. અને જે બાબત તમને અજાણી હતી, જે જાણવા તમે આટલાં બધાં વરસો તપ કર્યું, તે છેવટે કહો, તમને જણાઈ છે ખરી ? બોલો !”

“એ સાચું, હોં. માળો બ્રહ્મા ભોળો દેખાતો હતો પણ મને છેવટે છેતર્યો.”

“એટલા માટે તો તમને એ કૂતરાનો અવતાર આપવાની ના પાડતો હતો, પણ તમારા હઠ આગળ છેવટે એ પણ મારી પેઠે હારી ગયો !”

અહીં વાર્તા પૂરી થઈ.

મે કહ્યું : “હવે આ વાર્તાની ટીકા કરો. હવે તમે મારું કહેવું સમજ્યા હશો કે મારી વાર્તા અદ્વિતીય છે. અત્યાર સુધી પ્રાણીજીવનની કોઈ વાર્તા લખાઈ જ નથી.