પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
દ્વિરેફની વાતો.


જિનદાસને વાતચીત માટે ઓરડા બહાર કાઢેલો પણ તેણે નજીકમાં સંતાઈ તે બધું સાંભળ્યું. તેને ખાત્રી હતી કે નગરશેઠની દીકરી સાથે પોતાના સગપણની વાત થવાની હતી. અને એ જ વાત નીકળતી ગઇ તેમ તેમ તે વધારે આતુરતાથી સાંભળવા માંડ્યો. ત્યાં તેણે તપોવિજયની વાત સાંભળી અને તેને ઘણું જ આશ્ચર્ય થયું. ત્યારથી તેનામાં બે પ્રબળ સંકલ્પો જાગ્યા. માણસનું મન એવું વિચિત્ર છે કે એ તદ્દન વિરોધી સંકલ્પો એક સાથે પોષાવા માંડે, પ્રબળ થવા માંડે ! એક બાજુથી તેનામાં સ્ત્રીઓને પણ આકર્ષી શકે એવા પોતાના તપ્તકાંચન વર્ણનું અભિમાન થયું, અને બીજી બાજુથી સંન્યાસ લેવાની અને જૈન શાસનના ધારક થવાની મહેચ્છા જાગી. અનેક વૃત્તિઓના વંટોળથી તેનું મન ખોટી ઊંચાઈ એ ચડ્યું, અને વધારે દુર્લભ અને વધારે દુષ્કર માટે જ, સંન્યાસજીવન લેવાનો તેણે નિર્ણય કર્યો. તેને સોળમું વરસ બેઠું ત્યારે તપોવિજયજી આવ્યા. તેમને હવે વાર્ધક્યનાં ચિહ્નો જરાજરા દેખાવા લાગ્યાં હતાં અને તેઓ પોતાની વિદ્યાનું કોઈ સત્પાત્ર શોધતા જ હતા. તેમણે ઘણી જ મમતાથી જિનદાસને બોલાવ્યો, અને દીક્ષા લેવાની તેની પોતાની ઇચ્છા છે કે નહિ તે પૂછ્યું. તેને સ્પષ્ટ સમજાવ્યું કે જો સંસારની જરા પણ ઈચ્છા હોય તો સંસારમાં જ જવું, અને સાચા સંસ્કાર હશે તો એની મેળે ભવિષ્યમાં દીક્ષા મળી રહેશે. જિનદાસે સામો પ્રશ્ન કર્યો : “આપે સસારમાં ગયા પછી દીક્ષા લીધેલી કે ગયા વિના જ ?”

સર્વ પ્રસન્ન થઇ ગયા. તપોવિજયજીએ કહ્યું : “સસારમાં ગયા વિના જ.”

“ત્યારે હમણાં દીક્ષા લેવાથી આપના જેવું જ્યોતિષજ્ઞાન મને મળશે ?”

જીવનમાં કદી નહિં લાગેલો એવો તપોવિજયજીને મહાન આઘાત લાગ્યો, પોતે જ વિમલશીલને જ્યોતિષ ઉપરથી વાત કરી તે ભૂલ