પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
દ્વિરેફની વાતો.


કર્યાં, ત્યારે તપોવિજયજીએ કહ્યું: “જે માણસને સામે ગામ જવું છે, તે તો ચાલવાનું કેટલું બાકી રહ્યું એ જ વિચારે. થાકે તે પાછો ફરીને કેટલું ચાલ્યો તે જોવા ઊભો રહે ! તેમ ત્યાગ કરનારે કેટલું છોડ્યું તે ન વિચારવું જોઈએ, ક્યાં જવું છે ને તે કેટલું દૂર છે તે વિચારવું જોઈએ. જે માણસને તરીને સામે કાંઠે જવું છે, તેની નીચે એક માથોડું પાણી હોય તેય સરખું અને પાંચ માથોડાં હોય તે પણ સરખું, તેને તો સામે કાંઠે જવું છે. જેને ડૂબકીનું કૌશલ દેખાડવું છે તેને માટે ફરક ખરો ! પણ જેને સામે કાંઠે પહોંચવાની તાલાવેલી છે તેને એ કૌશલ દેખાડવાની તથા નથી હોતી. અને ડૂબકી મારનાર કૌશલ દેખાડી શકે પણ તેને ડૂબવાનો ભો ખરો, સાચો સાધુ આવો વિચાર નથી કરતો. અને દેહની કાન્તિનું અભિમાન શું? દેહ તો ભૌતિક વસ્તુ છે. ભૌતિક ઉપાયોથી પણ દેહ એવો કરી શકાય !”

રાજાએ પૂછ્યું: “બાહ્યોપચારથી દેહનો વર્ણ બદલાવી શકાય ખરો?”

“હા, એવા ઉપચારો હોય. કેટલાક ગુરુઓ ધર્મમાં શ્રદ્ધા બેસાડવા એવાં કામમાં પડે છે, પણ એ સર્વ અવળા રસ્તા છે.”

બુદ્ધિવિજયે બહુ જ ધ્યાનથી આ બધું સાંભળ્યું. જ્યોતિષના ઘણાએ ગ્રંથો ભંડારમાં હતા, પણ ગુરુએ તે ભણવાની ના પાડી હતી. પણ આ બાહ્યોપચારનો એક જ નુસખો મળી જાય તો ઘણા ચમત્કાર કરી બતાવાય ! તેનો જિનશાસનનો પ્રચાર કરવામાં ઉપયોગ કરી શકાય ! અનેક રાજ્યો ઉપર સત્તા બેસાડી શકાય !

બુદ્ધિવિજયની બધી સ્વાર્થી મહેચ્છાઓએ જિનશાસનના પ્રચારનું રૂપ લીધું. ઉપવાસ દરમ્યાન પોતાના જીવનધ્યેયને અનુકૂળ જીવન ઘડવા તેણે મહાન નિશ્ચય કર્યો. ઉપવાસ પછી પંદરેક દિવસે ગુરુ, બુદ્ધિવિજય અને પોતા પાસે ભણતા બીજા કેટલાક સાધુઓ સાથે વિહાર કરી ગયા. કીર્તિના પ્રદેશથી દૂર લઈ જવાથી શિષ્યને ફાયદો થશે એમ તેમણે માન્યું. અને બુદ્ધિવિજયના વર્તનમાં તેમને ખરેખર ફેર