પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
દ્વિરેફની વાતો.


સળગાવી, તેની રાખ માંડમાંડ સહન કરી શકાય એટલી ગરમગરમ હોય કે તરત નાહવાનું શરૂ કરવાનું હતું. કુંવરે પોતે જ એ આટમાં ત્રણ જગાએ આંગળી ખોસી પછી નાહવા બેસવાનું હતું.

ફરતી હજાર વામ દૂર સિપાઈ એની ચેાકી ગોઠવાઈ ગઈ. એટલા ભાગમાં કોઈએ હાજર રહેવાનું નહોહેાતું. મહારાજાએ પણ હાજર રહેવાનું નહોતું, પણ એકનો એક દીકરો, બાપનો જીવ કેમ રહે ? બુદ્ધિવિજય ત્યાં હોત તો તેના પ્રભાવથી કદાચ રાજા દૂર રહેત, પણ અત્યારે તો એ એક વાત તે માની શક્યો નહિ. કુંવરથી પણ છાનો તે કુંવરને દેખી શકે તેમ નજીકમાં સંતાઈ રહ્યો, અને પ્રયોગ જોવા લાગ્યો.

કુંવરે કહ્યા પ્રમાણે વસ્ત્રો ઉતાર્યા, પેલા અડાયાં છાણાંના આટમાં ત્રણ જગાએ આંગળી ખોસી જોઈ, પાણીમાં પડીકી નાંખી, પાણી હલાવી અંદર મેળવી દીધી. બધું પાણી ઘડીકમાં લીલું બની ગયું. કુંવર જરા ડર્યો પણ પછી નાહવા લાગ્યો. ક્યાંઈ કોરો ન રહી જાય એવી સૂચના મહારાજાને બોલવાનું મન થઇ ગયું. પણ કુંવર બરાબર આખે શરીરે નાહતો હતો. બધે પાણીએ નાહી રહ્યા પછી ખુલ્લાં બેસી રહી કોરા થવાનું હતું. ધીમે ધીમે બધેથી જરાજરા પાણી સુકાયું અને કુંવરે કાળી ચીસ નાંખી ! એકદમ શરીર ખંજોળવા લાગ્યો, અને ચેળ સહન ન થતાં, તેણે પેલી ગરમગરમ અડાયાંની રાખમાં પડી આળોટવા માંડ્યું. ઘડીમાં તે બેભાન થઈ ગયો.

રાજા એકદમ દોડતો આવ્યો. તેણે કુંવરને બૂમ ઉપર બૂમ પાડી બોલાવવા માંડ્યો, પણ કુંવર મરેલા જેવો પડ્યો હતો. તેણે કુંવરના શરીરને હાથ અડાડી જોયો તો તેનો હાથ ખૂબ ચચરવા લાગ્યો. ભયમાં ને ભયમાં તેણે ચોકીદારોને બૂમ પાડી, પણ કોઈએ તેનો અવાજ સાંભળ્યા નહિ. ચોકીદારો તરફ દોડી જઈ તેણે રાજ વૈદ્યને બોલાવવા કહ્યું. તે ફરી કુંવર પાસે દોડી ગયો. ફરી તેણે