પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




કેશવરામ

પોર થવા આવ્યા ત્યાં સુધી પતિ ન આવ્યો, એટલે ગિરજા ફરીવાર ફળિયામાં જઈ લાંબી નજર નાંખી આવી. આજે તેણે પતિને ભાવતી રસોઈ કરી હતી, ખીર રોટલી અને વડાં. વડાં ગરમ ગરમ ખવરાવી શકાય માટે તેણે દાળ વાટીને રાખી મેલી હતી. પણ હજી કેશવરામ ન આવ્યા. તેણે વિચાર્યું કે કૂવે કદાચ ખેડૂત સાથે વાતો કરવા રોકાયા હશે. એ કૂવો યાદ આવતાં તેને પોતાનું પૂર્વ જીવન પણ યાદ આવ્યું. ગામમાં પેસતાં તેમણે એ કૂવે એસી ભાતું ખાધું હતું. કેશવરામ કાશીએથી ભણીને આવ્યા અને વિદ્વાન જોઈ પિતાએ તેને ચાંદલો કર્યો ને થોડા દિવસમાં જ મામાનું નિર્વંશ જતાં આ ગામનાં ધરખોરડાં ગરાસ આવસત્ય બધું તેમને વારસામાં મળ્યું બન્ને ગાડામાં બેસી આવતાં હતાં ત્યાં રસ્તામાં ગામનો જ માણસ મળી ગયો. તેણે ઓળખાણ કરી, પોતાના ગામના ભાણેજ અને હવે તો રહેવા આવનાર કેશવરામ તરફ બહુ ભાવ દેખાડ્યો, સદ્‌ગત મામાનાં વખાણ કર્યા, ગામનાં વખાણ કર્યાં, ગામમાં પહેલાં જ જાઓ છો તે ભૂખ્યે પેટે નવા ગામમાં ન જઈએ કહી કૂવે ભાતું ખાવા બેસાર્યાં, ત્યારે તેણે કહેલું કે ગરાસ તો બહુ સારો છે પણ કોણ જાણે કેમ કોઈ નો વંશ રહેતો નથી. ત્રણ પેઢીથી તો વારસો ભાણેજોને જાય છે એ હું જોતો આવું છું. કૂવો ઘણો રળિયામણો હતો. આસપાસના સૌંદર્યની ગિરજાના મન પર અદ્‌ભુત મંગળ