પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
કેશવરામ.


ગિરજા ચમકી ઊઠી. તે બેઠી થઈ, ત્યારે તેને સમજાયું કે તેને ઘણો જ થાક લાગ્યો છે.

કીલાભટ્ટ રાજવૈદ્ય હતો. ત્રણ પેઢીથી તેનું કુટુંબ રાજકુળનું વઈદું કરતું. તેમણે રસ એટલે પારો સિદ્ધ કર્યો છે એમ મનાતું. મોટા અસાધ્ય રોગો વખતે એને બોલાવતા. કેશવરામના અનુષ્ઠાન પછી થોડા જ દિવસમાં એક પડોશના રાજાની આંગળી પાકી, આંગળી પર ચાંદું પડ્યું. તેના વૈદ્યોની સારવારથી એ માટ્યું નહિં, અને ત્રણ વૈદ્યોમાંથી બેની સલાહ કીલાભટ્ટને બોલાવવાની પડી. કીલાભટ્ટ મોટા ઠાઠમાઠ સાથે આવ્યા, અને પોતાના સિદ્ધ કરેલા પારાની વાત કરી. પેલા મતભેદવાળા વૈદ્યે કહ્યું કે પારો મરે છે એ વાત ખોટી છે, પારો સોનું ખાય છે એ વાત ખોટી છે, અને પારો વિષ જ છે. આ રોગમાં એની જરૂર નથી. કીલાભટ્ટે ત્રણ પેઢી ઉપર સિદ્ધ કરેલો પારો પોતાના ઘરમાં છે અને તે રોગીને તો વિષ નથી જ પણ સાજો માણસ પણ તે ખાઈ શકે, એમ પ્રતિજ્ઞા કરી. એટલું જ નહિ, ચડાઉપણે કહ્યું કે આમાં વિવાદ શો ? જૂના સમયમાં રાજકુળમાં વૈદ્ય જે દવા આપતા તે પોતે ખાઈ બતાવતો, તે હું ખાઈ બતાવું; એટલું જ નહિ, તમારા દેખતાં કહું છું કે મહારાજાને આપવાની માત્રા એ જુઓ આટલી છે, અને એ આપતા પહેલાં જુઓ હું તેનાથી દસગણી માત્રા અહીં તમારા દેખતાં લઉં છું. અને બધા હાં હાં કરતા રહ્યા અને પોતે પાણી મગાવી દસગણી માત્રા પેટમાં ઉતારી ગયા. પણ સાંઝે જ તેમની તબિયત બગડી એટલે રાતોરાત નન્દીગઢના રાજ્યે મને બોલાવ્યો છે કહી પાતાને ગામ પહોંચી ગયા અને તરત જ પારાના ઉતારની દવા શરૂ કરી. તેમ છતાં પારો તો ઊડ્યો જ. કીલાભટ્ટે એક બાજુ ખાનગીમાં વિષની પ્રતિક્રિયા માટે બધા ગ્રંથો જોવા માંડ્યા, અને બીજી બાજુ પારો તો બરાબર સિદ્ધ કરેલો, ત્રણ પેઢીના અનુભવનો હતો, કદી ઊડે જ નહિ, આ તો સર્વ કેશવરામની ઉપાસનાનાં ફળ છે, એમ જાહેરમાં વાતો કરવા માંડી. જેમ જેમ વિષનાં ચિહ્નો પ્રત્યક્ષ દેખાવા