લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દ્વિરેફની વાતો


નરેન્દ્રને ન્યાયની કોર્ટમાં રજુ કર્યો. વરરાજા વિનાની જાન જેવા, તહોમતદાર જ્યાં જરાપણ ભાગ લેતો નહોતો એવા કેસો, પ્રૉસિક્યૂટરનાં ગંભીર ટૂંકાં ભાષણા પછી ફટાકિયાની પેઠે ચાલતા હતા, તહોમતદારના પૈસાદાર સગા તો બીકના માર્યાં કોર્ટમાં મળવા પણ આવતા નહોતા. ઘણાખરા ગરીબ સગાઓ, ઘણાખરા અસહકારી મિત્રો, અને તેમની સાથે ભેળસેળ થઈને બેઠેલા સી. આઈ. ડી.ના માણસોથી કોર્ટના બાંકડા પુરાતા હતા.

ત્રણચાર કેસો ચાલ્યા પછી નરેન્દ્રનો કેસ આવ્યો. નરેન્દ્રનું ધ્યાન કેસના કરતાં, તેની પત્ની, નાના ત્રણ ચાર માસના ઇન્દુને લઈને બેઠી હતી, અને તેની પાસે તેનો મિત્ર વીરેન્દ્ર બેઠો હતો, તેના તરફ વધારે હતું. એ તેમના તરફ જોતો હતો તેનો લાભ લઈ એક પોલિસ અમલદારે બીજાને કહ્યું: “જો પેલી છોકરાને લઈને બેઠી તે નરેન્દ્રની બૈરી જમના.”

બીજો : “તે શું ધાવણા છોકરા સાથે જેલમાં જશે ?”

પહેલો : “અરે બે જીવવાળી બૈરીઓ પણ જાય છે ને ત્યાં છોકરાં જેણે છે ને !”

બીજો : “ધણી જાય પછી ખાવાનું ન મળે એટલે ન જાય ને શું કરે ?”

પહેલો : “નરેન્દ્ર તો બી. એ. થયેલો છે. તેને મ્યુનિસિપાલિટીમાં સારી જગ્યા મળતી હતી તે છોડીને જાય છે. ને પેલો તેની પાસે બેઠો છે તે વીરેન્દ્ર, ઓળખી લેજે. ગયે વખતે તે જેલમાં ગયેલો. આ વખતે પણ જાય તો કહેવાય નહિ !” અને એ રીતે એ અમલદારે બીજા આ લડતમાં ભાગ લે એવા ઘણાયને ઓળખાવ્યા.

દરમિયાન કેસ પૂરો થયો. નરેન્દ્રને બેત્રણ કલમો નીચે સાડાત્રણ