પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
દ્વિરેફની વાતો.

મનથી, મહેણાથી નહિ પણ કેવળ સૌજન્યથી, પોતાનો ગરાસ રાઘવ ભટ્ટને સોંપ્યો અને પોતે સંન્યાસ લઈ નર્મદા કિનારે અજ્ઞાતવાસમાં રહેવા માંડ્યો.

એક વિદ્વાન તરીકે અહીં તેની કીર્તિ થઈ પણ તે કીર્તિનો પણ નિઃસ્પૃહ થઈ રહેતો હતો. તેને બધી વાતની શાંતિ હતી. માત્ર કીલો ભટ્ટ ગમે તેવો દુર્જન હતો છતાં તેનું એવું ભૂડું મૃત્યુ તેણે આણ્યું એનો પશ્ચાત્તાપ તેને સતત રહેતો.

સામાન્ય રીતે અહીં તેને પૂર્વજીવનના સંસ્કારનું કદી ઉદ્‌બોધન– નિમિત્ત મળતું નહિ. ઘણે વરસે એક જુવાન બ્રાહ્મણ આવ્યો અને તેણે કેશવરામ — હવે તો સચ્ચિદાનંદ સરસ્વતી — ને પ્રણામ કર્યાં અને એકાન્ત જોઈ પ્રશ્ન પૂછ્યો કે પૂર્વાશ્રમના કેશવરામ આપ જ? હા કહેતાં તેણે અત્યન્ત આજીજીથી ભૈરવના ઇષ્ટમંત્રની દીક્ષા માગી, કહે છે કે મૃત્યુસમયે માણસના મનમાં તેનું આખું જીવન એક ક્ષણમાં ચિત્રની પેઠે પસાર થઈ જાય છે. કેશવરામને તેમ જ થયું. તેનું ગત જીવન તેની નજર આગળથી પસાર થઈ ગયું. તેને નવાઈ લાગી કે આટઆટલા પશ્ચાત્તાપ છતાં એ મંત્ર તે કેટલા લોભથી અને મમતાથી સાચવી રહ્યો હતો. માલમિલકત, પત્ની, પ્રેમ, કીર્તિ સર્વનો મોહ છોડ્યા પછી પણ આ અદ્વિતીય શક્તિનો મોહ તેને છૂટ્યો ન હતો !

એક દીર્ધ શ્વાસ લઈ તેણે એક સેવક સાથે પંચપાત્ર, આચમની, દર્ભ અને થોડું પાણી મગાવ્યાં. પેલો આગન્તુક પોતાને મંત્રદીક્ષા મળશે એ આશાએ વધારે નમ્ર અને આતુર બની બેઠો. મગાવ્યા પ્રમાણે બધું આવ્યા પછી સચ્ચિદાનંદે તરભાણામાં પાણી રેડી, દર્ભનો ત્રણ આંગળનો ટુકડો કરી, તેના અગ્નથી પાણીમાં એક આકૃતિ દોરી, મંત્ર ભણી એ દર્ભનો ટુકડો, એ આકૃતિને સમર્પતો હોય તેમ, તેના પર મૂક્યો. અને એ ક્રિયાની જાણે કૃતકૃત્યતા ભોગવતો હોય એમ બે ઘડી એ સ્વસ્થ બેસી રહ્યો. થોડીવારે પેલો આગન્તુક ફરી પ્રાર્થના