પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ધ મહાગુજરાત પબ્લિશિંગ કં. લિ.

❋ બહાર પડેલાં પુસ્તકો ❋


ગીતાંજલિ અને બીજાં કાવ્યો:

અનુ: નગીનદાસ પારેખ

કિ. ૧–૪–૦

કવિવર રવીન્દ્રનાથને જેને માટે નોબેલ ઇનામ મળ્યું હતું તે વિશ્વ- વિખ્યાત ગ્રંથનો મૂળ બંગાળીમાંથી કરેલો ગદ્યપદ્યાત્મક અનુવાદ. વિવિધ શૈલીનાં વધારાનાં કાવ્યો, કવિવરનો અંતિમ અવસ્થાનો ફોટો અને શ્રી કાકાસાહેબની પ્રસ્તાવના સાથે.

પાસિફિક:

લેખક: ભાસ્કરરાવ વિદ્વાંસ

કિ. ૦–૧૨–૦

પાસિફિકનું મહત્ત્વ; ભૌગોલિક દર્શન–સત્તાનું સંઘર્ષણ–જાપાનનું પુનરુત્થાન–રાજ્ય વિસ્તાર શા માટે– મંચુકુઓ અને ચીનમાં પ્રવેશ–પૂર્વના રાજકારણના પ્રવાહો–પાસિફિકની સત્તાઓનું બલાબલ– દક્ષિણ સમુદ્ર તરફનો ધસારો–નવી વ્યવસ્થા.

દ્વિરેફની વાતો:ભાગ ત્રીજો

લેખક: શ્રી રામનારાયણ વિ. પાઠક

કિ. ૦–૧૨–૦

બીજો ભાગ પ્રગટ થયા પછી લખાયેલો તેર વાર્તાઓનો સંગ્રહ. ચાર વાર્તા પહેલ વહેલી મા સંગ્રહમાં જ પ્રસિદ્ધ થાય છે.

તીર્થસલિલ :

અનુ: નગીનદાસ પારેખ

કિ. ૨–૮–૦

શ્રી અરવિંદ ઘોષ, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ઠાકુર, રોમા રોલાં અને બર્ટ્રાન્ડ રસેલ–ના જીવનને લગતા અનેક પ્રશ્નો ઉપરના વિચારો જેમાં રજૂ થયા હોય એવું આ પહેલું જ પુસ્તક છે.