પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દ્વિરેફની વાતો.


કશી ચિન્તા થતી નથી. તમે છો, ઇન્દુ છે, મારાં ત્રણ વરસ તો ઘડીમાં નીકળી જશે, પણ બળ્યાં આંસુ આવી જાય છે !’

અને ખરેખર જમના ધીરજથી રહેવા લાગી. ઇન્દુને સંભાળતી, ઘરનું કામ કરતી, તે કરકસરથી રહેતી. વીરેન્દ્ર જોઈતું કરતું લાવી આપતો, અને તે સ્વીકારવામાં તેને સંકોચ ન થાય, એટલો તે નિકટનો મિત્ર હતો, વીરેન્દ્ર હમેશ એક્વાર આવી જતો, બન્ને ભેગાં થઈ, લડતની, નરેન્દ્રની, ઇન્દુની ઉલ્લાસથી વાતો કરતાં. નરેન્દ્રના કાગળો અને તેની મશ્કરીઓ—જેલમાંથી લખેલા કાગળોમાં પણ તે ખૂબ મશ્કરીઓ કરતો—દિવસો દિવસો। સુધી તેમની વાતચીતનો વિષય થતાં.

આ સુખ ઝાઝા દિવસ ચાલ્યું નહિ. નરેન્દ્રને જેલમાં ગયે ત્રણચાર માસ થયા ને ઈન્દુ માંદો પડ્યો. તેને ન્યુમોનિયા થયો. જમનાએ અદ્‌ભુત વીરતાથી તેની સારવાર કરી. વીરેન્દ્ર અને જમના બન્નેએ રાતદિવસ ઉજાગરા કર્યા, દાક્તરો આણ્યા, સદ્‌ભાગ્યે દાક્તરો પણ સારી મદદ કરતા હતા, પશુ ઇન્દુ બચ્યો નહિ ! જમના સર્વે હિંમત હારી ગઈ, તેને ખાવાપીવામાં રસ રહ્યો નહિ. નરેન્દ્રને માઠું લાગશે કરી તેને કશા ખબર જેલમાં આપ્યા નહોતા. તેને બીજી જેલમાં બદલાવેલો હતો. તેના પત્રોનું સાન્ત્વન પણ અત્યારે નહોતું; વીરેન્દ્રને માથે બહુ નાજુક ફરજ આવી પડી.

“બહેન, તું નહિ ખાય, તો હું પણ નહિ ખાઉં” કહી તે ભૂખ્યો જમનાને ઘેર બેઠો ત્યારે તેની ખાતર જમનાએ રાંધ્યું ને ખાધું. આ દુઃખના દિવસોમાં સાન્ત્વન આપવા વીરેન્દ્ર દિવસના અહીં જમવા લાગ્યો.

એક દિવસ લડતના કંઈક ખાનગી કામને અંગે વીરેન્દ્રથી આખો દિવસ જમના પાસે અવાયું નહિ. રાતના ઠેઠ અગિયાર વાગે તે આવ્યો. ઘરમાં દીવો નહોતો. ખાલી બારણાં વાસી દિવસ આખો