પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇન્દુ.


ને ભવિષ્યની કોઈ પણ વ્યક્તિને ઓછામાં ઓછો અન્યાય થાય એ રીતે મારે મારો માર્ગ નક્કી કરવાનો છે. વીરેન્દ્ર તો સ્તબ્ધ જ થઈ ગયો. “વીરેન્દ્રભાઈ, જુઓ, મુંબઈમાં અનાથ બાળકોનાં પ્રસૂતિગૃહો અને અનાથાલયો હોય છે ?” વીરેન્દ્રે શબ્દ બોલ્યા વિના માત્ર માથું હલાવી હા કરી. જમના આગળ બોલીઃ “આપણે અત્યારથી મુંબઈ જઈએ અને આજથી તમે મારે માટે આવતા મદદના પૈસા બંધ કરો. અને પેલા વાડકામાં મારાં પિયરનાં ઘરેણાં મૂક્યાં છે તે વેચી અને તેનાં નાણાં કરી આપો.” વીરેન્દ્રથી રહેવાયું નહિ. તેણે કહ્યું: “બહેન, પૈસાની મદદ જ્યાં જઈશું ત્યાં તમને મળી શકશે. અને પૈસા તો મારી પાસે બીજા પણ જોઇએ તેટલા છે. આમાં તો મારી પણ જવાબદારી છે,” ફરી તેને બોલતો રોકી જમનાએ કહ્યું: “તમારી જવાબદારી માટે તમારે જાતે જે કરવું હોય તે કરવું. મારા તરફની તમારી જવાબદારી જો કાંઈ માનતા હો તો હું કહું છું તેમ કરવું, ન કરવું હોય તો! ના પાડો. હું મારી મેળે કરી શકીશ.”

“પણ, પણ . . .”

“નહિ ! મેં એવી કાંઈ પણ મદદ નહિ લેવાનો નિર્ણય કર્યો છે. અને મારા આખા જીવનનો ક્રમ નક્કી કર્યો છે, તમારે આટલો હા નાનો જવાબ દેવાનો છે.”

“તમે કહેશો તેમ કરીશ, બહેન !”

“ત્યારે આના રૂપિયા કરી આપો. જુઓ, કસીને લેશો તો હું જાણું છું કે બાવીસસેં તેવીસસેંને આશરે આવશે. તેટલાથી હું મુંબઈમાં રહી શકીશ.”

વીરેન્દ્ર ઘરેણાં લઈ નીકળ્યો. રસ્તામાં તેને અનેક વિચારો આવ્યા. હવેની પ્રસૂતિમાં છોકરો આવે તો તેને જ ઇન્દુની જગાએ મૂકી શકાય. છોકરી આવે તો અનાથાલયમાં ભલે રહે. બધી વાત ખાનગી રાખી શકાય. પણ જમનાએ પોતે જ ઇન્દુના મરણના સમાચાર લખાવ્યા છે. કાગળ પોતે જ પોસ્ટ કરવાની છે, તે ફેરવી શકાશે