પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇન્દુ.


એમ કહી નામ ‘ગંગા’ એવું જણાવ્યું. પણ કેટલાં વરસથી વિધવા થયાં છો એમ પૂછ્યું, ત્યારે એ પ્રશ્નથી, તેના સર્વ મર્મો ભેદાઈ ગયા, તે નીચે બેસી ગઈ, તેણે આંસુ સાથે કહ્યું: “હું સધવા છું. હવે મને કશું ન પૂછશો.” અનેક પતિત સ્ત્રીઓના પરિચયથી કંઈક બુઠ્ઠી લાગણીવાળા થઈ ગયેલ અધ્યક્ષ પણ ઘડી સ્થિર થઇ ગયો. તેણે જમના માટે બધી સગવડ કરી આપી. અને નોકર ચાકર નર્સ ડોક્ટર બધાંને સંભાળ લેવાને એટલી તાકીદ કરી કે ઘણાંને વહેમ આવ્યો કે બાઈ અધ્યક્ષની સંબંધી છે.

અનાથાલયમાંથી પણ વીરેન્દ્ર મારફત તે નરેન્દ્રને પત્ર લખતી રહી. તે હંમેશાં સ્વસ્થ રહેતી. પણ તેણે નહિ ધારેલી રીતે તેના નિર્ણયો ફરીથી તૂટવા માંડ્યા અને તે બહાવરી અની ગઈ. પહેલાં તેનો નિર્ણય એવો હતો કે બચ્ચાને માટે પોતાના પૈસાનું ટ્રસ્ટ કરવું અને પ્રસૂતિ પછી બહાર નીકળી જઈ આપઘાત કરવો અને આપઘાત વખતે બધી કબૂલતનો પત્ર નરેન્દ્રને લખી જણાવવો. પણ પ્રસૂતિ પછી તેનો આ નિર્ણય, હાથમાંથી ઝીણી રેતી સરી જાય તેમ સરવા માંડ્યો. તેને પુત્ર આવ્યો. જે સંબંધથી આ પુત્ર થયો હતો તે સંબંધને તે ધિક્કારતી હતી, એ સંબંધની પોતે ભાગીદાર હતી તે તરીકે તે પોતાને અત્યન્ત ધિક્કારતી હતી, અને બીજા ભાગીદાર વીરેન્દ્રની હાજરી પણ તે સહન કરી શકતી નહોતી. છતાં આ બાળક તરફ તેને અદ્‌ભુત વહાલ થયું ! તેનું નામ તેણે ઇન્દુ પાડ્યું ! તેને એ લાગ્યો પણ ઇન્દુ જેવો. જે જગતમાં ઇન્દુ હોય તે જગત છોડી જતાં તેનો જીવ ન ચાલ્યો. આપણી દુનિયાંમાં તે કોઈ રીતે આ નવા ઇન્દુને નહિ મળી શકે એમ તે સ્પષ્ટ સમજતી હતી, ઇન્દુના સતત બાળતા વિયોગમાં, કોઈને ન કહેવાય તેવા વિયોગમાં, તેને નિઃસહાય સ્થિતિમાં મૂક્યાના સતત પશ્ચાત્તાપમાં જીવન ગાળવું પડશે એ જાણતી હતી; છતાં તેનું મન મરવાનું માન્યું નહિ. તેની બધી યોજના કથળી પડી! અને એમ