પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
ઇન્દુ


પણ મનને મજબૂત રાખી, ફરી નિશ્ચય કરી, તેને જોવા ઊભી રહેલી બીજી બાઈઓ સામે નજર પણ નાખ્યા વિના તે નીકળી. બહારનો સંસાર તેને માટે કૂવા જેવો હતો, જો કે ત્યાં તેને મૃત્યુની રાહત કે અવધિનો લાભ શક્ય નહોતો !

વીરેન્દ્રની મારફત તેણે રહેવાનું ઘર બદલાવ્યું હતું. ત્યાં જઈ તેણે સૌથી પહેલું વીરેન્દ્રને હવે પોતા પાસે ન આવવા કહ્યું, ને ઉમેર્યુ : “મારી નજરે પડો એમ ક્યાંઈ આવશો નહિ. નરેન્દ્રને મળવું હોય તો તમારી પાસે બોલાવજો, પણ મારી પાસે આવશો નહિં. ક્યાં જવું તેનો નિર્ણય કરી નાખજો. નિર્ણય, બનતી તાકીદે કરજો, ને નિર્ણય કરીને અહીં આવજો. પછી એ વાત નરેન્દ્રને લખજો. હું પણ કાગળમાં લખીશ. એ આપણી છેલ્લી મુલાકાત. મને ફરી મળશો નહિ. આ કશુંય તમારા તરફના તિરસ્કારથી કહેતી નથી, મારા તરફના તિરસ્કારથી કહું છું. હવે જાઓ.”

વીરેન્દ્ર આ બાઈ સામે એક શબ્દ ઉચ્ચારી ન શક્યો. તે શું કરવા ઇચ્છતી હતી તે તે કશું જ સમજ્યો નહિ. પણ તે કહે તે કરવા સિવાય તેને બીજો માર્ગ દેખાયો નહિ, તેણે યન્ત્રવત્ એ બધાનો અમલ કર્યો. રંગુનમાં તેણે નોકરી લીધી. અત્યારની પરિસ્થિતિમાં બહારની મદદ લેવી પોતાને યોગ્ય ન લાગી, અને જમનાબહેને બહારની કે વીરેન્દ્રની મદદ પણ ન લેવાનો નિશ્ચય કર્યો હોવાથી, પોતે રંગુન જાય છે. એવો પત્ર નરેન્દ્રને લખ્યો. તેમાં જમનાએ પોતાના ખુશખબર અને જરાપણ ચિંતા ન કરવા લખ્યું. વીરેન્દ્ર રંગુન ચાલ્યો ગયો.

જેલ પૂરી થયે નરેન્દ્ર ઘેર આવ્યો, તે મુંબઇ ને સ્ટેશને ઊતર્યો. જમના સામે આવી હતી. પણ જમનાએ તેની સામે જઈને નમસ્કાર ન કર્યાં હોત તો કદાચ તે તેને ઓળખી પણ ન શકત. એ અત્યન્ત દૂબળી થઇ ગઇ હતી. તેના હાથપગ કંઈક વધારે કાળા પડ્યા હતા. તેની આંખ ફરતાં ગોળ કાળાં ચકામાં થયાં હતાં, માત્ર મોં પહેલાંનું