પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




રેંકડીમાં

સાં પડ્યાને વખત થઈ ગયો હતો. રાત પડતી જતી હતી. શહેરનો મુખ્ય ભાગ પૂરો થઈ તેના બંગલાની મોટી સડકો શરૂ થઈ હતી. ત્યાં આધેડ વયનાં સ્ત્રીપુરુષ, દિવસનું કામ કરી, ધીમે ધીમે રેંકડી હાંકતાં જતાં હતાં. થોડે દૂર જઈ તેમણે ઊભાં રહી પાછળ જોયું, ને સ્ત્રીએ ‘કંકુડી’ કહીને બૂમ પાડી. જરા દૂરથી અવાજ આવ્યો: “તમે જાઓ, હું આવી પહોંચું છું.” પણ એ તો રેંકડી થોભી ઊભો રહ્યો. થોડીવારે જરા ખોડંગતી ખોડંગતી કંકુ આવી.

“જો હવે શહેર પૂરું થયું. બેસી જા રેંકડીમાં.” સ્ત્રીએ કહ્યું.

“આમ ખોડંગતાં ચાલતાં ઊલટું વધારે પાકશે.” પુરુષે કહ્યું.

“તમે તમારે જાઓ. અને હવે તો આપણું ઘરે ય ઢૂંકડું આવ્યું છે ને ! હું તો ઘડીકમાં પહોંચી જઈશ.” ઢૂંકડું આવ્યું એ વાત એટલી સાચી નહોતી. કંકુનાં માબાપ શહેર બહાર, આંબા પટેલના આંબાવાડિયામાં રહેતાં. આંબા પટેલનું નામ આંબો હતું