પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
એક સ્વપ્ન


મને થયું કે બાળક મરી ગયાને લીધે આ આમ કરતાં હશે. અને તેથી પ્રશ્ન થયો : “આ બાળક ક્યારે મરી ગયું?” જવાબ મળ્યો : “એ મરેલું જ અવતરેલું છે!”

વળી હું અજાયબીમાં પડ્યો. ઘડીભર એ બાળક સાચું ન હોતાં માત્ર કોઈ બનાવટી ઢીંગલી હોય એમ વહેમ પડ્યો. પણ ત્યાં તો એ નૃત્યના જ આંચકાથી બાળકની એક આંગળી ઊડીને મારી પાસે પડી. તે ખરેખર એક સાચા મરેલા બાળકની જ આંગળી હતી એમાં જરા પણ શંકા ન રહી. મને થયું : “આ આમ વારંવાર નૃત્ય કરતાં હશે?”

જવાબ “હા.”

“તો તો આ બાળક ક્યારનું તૂટી જ ગયું હોત અને નૃત્ય ફરી વાર ચાલત જ નહિ ?”

“તે બૈરી તેને વારંવાર પાછું સાંધે છે!”

“પણ તોપણ સાંધ્યે કેટલીક વાર ચાલે ?”

“તો. એ બૈરી ફરી વાર કોઈ પુરુષથી નવું મરેલું બાળક પાછું ઉત્પન્ન કરે છે.”

મને આઘાત થયો : “મરેલું ઉત્પન્ન કરે છે !!”

“હા. જીવન જીવનને ઉત્પન્ન કરે તેમાં શી નવાઈ! આ તો મરેલું ઉત્પન્ન કરે છે! એ જ એની નવીનતા છે !”

હજી પેલું તાંડવ ચાલ્યા કરતું હતું. મને લાગ્યું આ બાળક આખું તૂટી જાય ત્યારે જ આ નૃત્ય બંધ થતું હશે. એટલામાં એ બાળકનું એક અંગ તૂટીને મારા પર પડ્યું. એ અંગ એળખાય એવું રહ્યું નહોતું. પણ મને જાણે મૃત્યુનો સ્પર્શ થયો હોય તેમ હું ભડક્યો. અને ભડકવા સાથે જાગી ગયો. જાગ્યો ત્યારે મારે શરીરે પસીનો હતો !

સ્વપ્ન પૂરું કહેવાઈ રહ્યે મેં તે સ્ત્રી સામે જોયું. જાણે મને ત્યારે