પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
દ્વિરેફની વાતો

જ સમજાયું, ને મેં પૂછ્યું: “એ સ્ત્રી તો તું હતી, પણ પેલો પુરુષ કોણ?”

સ્ત્રીએ અત્યંત તિરસ્કારથી કહ્યું : “તદ્દન જુઠ્ઠું.” મને થયું : “સ્વપ્ન એના કહ્યાથી મેં લેવાની હા પાડી. એના કહેવાથી પેલાએ મોકલ્યું. અને પછી આ ‘જુઠ્ઠું’ એટલે શું?”

મારા મોં પરથી મારા મનનો ભાવ કળી જઈ તેણે ફરી કહ્યું : “બન્ને જુઠ્ઠા છો : તમે અને પેલો સ્વપ્નાં મોકલનાર”

જાણે આખા જગતનું મેં એકલાએ કંઈ મહાન અહિત કરી નાંખ્યું હોય તેમ મારા તરફ તીક્ષ્ણ તિરસ્કારની દૃષ્ટિ નાંખી તે ચાલી ગઈ!