પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




કંકુડી ને કાનિયો

રણ્યા પછી એ જ આંબાવાડિયામાં કંકુ ને કાનિયો એક જુદી ઝૂંપડી કરીને રહ્યાં. બન્નેને સુખી જોઈ કંકુનાં માબાપ રાજી થતાં. કંકુને પરણ્યાં ત્રણ વરસ થયાં છતાં તેને છોકરું ન થયું એટલો જ માત્ર તેમને અસતોષ હતો.

એક વરસ આખા ગુજરાતમાં ભયંકર અતિવૃષ્ટિ થઈ. સાત દિવસ સુધી અનરાધાર મે વરસ્યા કર્યો, જરા વરસાદ ઓછો થયો લાગે, ત્યાં તો, જાણે કંઈ રહીને રહીને સાંભરી આવતું હોય, તેમ પાછાં ઊમટી ઊમટીને ઝાંપટાં પડવા માંડે ! પવન ને વરસાદ બન્નેનું જોર! બધી નિશાળો બંધ, કચેરીઓ બંધ, વહેપારીઓના વહેપારો બંધ ! ટ્રેનો બંધ, તાર બંધ, વર્તમાનપત્રો બંધ ! કોઈ ને કશી ખબર પડે નહિ કે બહાર શું થાય છે ! બહાર તો નીકળાય જ નહિ, ને ઘરમાં પણ સલામતી ન લાગે. કોઈ કોઈને મદદ કરી શકે નહિ. જાણે શું થઈ જશે એવી એક પ્રકારની ધાક સૌના મનમાં પેસી ગયેલી. કોઈનો અનુભવ, કોઈની હિકમત, કશુંજ કામ આવી શકે નહિ! કુદરત આગળ માનવજાત કેટલી લાચાર છે એ જ લાગણી