પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પોતાનો દાખલો

લાંબી મુસાફરીના થાકથી, અને હજી ઘણી મુસાફરી કરવી બાકી છે તે વિચારના કંટાળાથી હું મારી બેઠક ઉપર લાંબો થઈ અર્ધનિદ્રિત અવસ્થામાં પડેલો હતો. મારી સામેની બેઠક ઉપર પ્રજ્ઞેશ અને વ્યંકટેશ એમની ટેવ પ્રમાણે વાતો અને ચર્ચા કરતા હતા. મારી બાજુની બેઠક ઉપર આશુતોષ બેઠા બેઠા કંઈક વાંચતા હતા. મને અર્ધનિદ્રિત અવસ્થામાં પ્રજ્ઞેશનો અવાજ સંભળાયો :

“તમારા સામાન્ય કથન સાથે હું સંમત છું કે છોકરા છોકરીઓને ઇચ્છાલગ્નો કરવા દેવાં જોઈએ. બાકી એકવાર એક તરફ મનનું વલણ બંધાઈ ગયું હોય તે ટળી જ ન શકે એ બાબતને હું એટલું મહત્ત્વ આપતો નથી.”

“પ્રજ્ઞેશ, તમે જૂના મતના છો માટે આમ બોલો છો. તમે કહો તો કાયદાનાં પુસ્તકોમાંથી, અને તમે કહો તે ચિત્તશાસ્ત્રનાં પુસ્તકોમાંથી બતાવું કે કામવૃત્તિ જેવી દૃઢ અને આગ્રહશીલ, બીજી કોઈ વૃત્તિ નથી. એક વખત એક પાત્ર તરફ એ વૃત્તિ થઈ પછી તે