પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
પેાતાનો દાખલો.


આશુતોષ : “ એમ નહિ, નામ કહીને વાત કરો.”

પ્રજ્ઞેશ : “નામ વગર સમજી જ ન શકાતું હોય તો ગમે તે નામ આપું—લો ને ઉર્વશી. બાકી એનું નામ તો નહિ આપું લૂંટારાઓમાં પણ પરસ્પરનો ધર્મ હોય તેમ અમારે જાર—”

વ્યંકટેશ: “ખરાબ શબ્દો વાપરવાથી, તમારો કેસ સાબિત થઈ જવાનો નથી.”

પ્રજ્ઞેશ : “મને એમ થાય છે, હાલનો જમાનો બધી કેટલીએ બાબતોમાં પહેલાં ન બોલાતું બોલે છે, ને ન કરાતું કરે છે, ને નામથી કેમ ભડકે છે? એ જારી કે યારી નહિ તો બીજું શું? પણ વાત તો સાંભળો. હું કહેતો હતો કે,—જાઓ એ શબ્દ નહિ વાપરું—લગ્ન બહારના સંબંધમાં પણ આબરૂદારીનાં ધોરણો હોય છે. લગ્નની અંદર પળાય છે તે કરતાં આ ધોરણો વધારે સંભાળથી પળાય છે. લગ્ન સંબંધમાં પતિ કહે તે વખતે ઘેર ન જાય, પણ આ સંબંધમાં બંદો કહે એ વખતે બરાબર હાજર થાય છે!”

આશુતોષ : “ઠીક, પણ હવે વાત આગળ ચલાવો.”

“મારે અને ઉર્વશીને—હવે એ નામ ચલાવીશ— ઓળખાણ બહુ સાદી રીતે થઈ. એ બી. એ.માં નવી નવી આવેલી. ઇતિહાસનો પ્રોફેસર બીજું કાંઈ ન કરતો, માત્ર નોટો ઉતરાવતો, અને એટલી ઝડપથી ઉતરાવતો કે બહુ ઓછા પૂરું લખી શકતા. મારી નોટો હમેશાં બરાબર લખાતી, એ એના જાણવામાં આવ્યું, તે એણે મારી પાસે માગી. મેં આપી.

“મારી નોટમાં, હાંસિયામાં, મથાળે, આડેઅવળે, હું ઘણીવાર મારી અસાધારણુ દુઃખી અવસ્થાની, મારી રચેલી કે બીજા કવિઓની મુખ્યત્વે કલાપીની કવિતાની લીટીઓ લખતો, એકવાર જરા એકાન્ત