પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
પેાતાનો દાખલો.


“ના, ન જ આવી શકે. ત્રિવેણીનો મારી સાથે રહેવા આવવાનો કાગળ આણ્યો. તેને આવવાની ના પડાય એમ નહોતું. ત્યાં અમને એક ત્રીજો મિત્ર મળી ગયો. દરેક ઉચ્ચ પ્રેમવાળાં નાયકનાયિકાને, તેમના તરફ આશ્ચર્ય આદર અને સેવાભાવ ધરાવતો ઉપનાયક મળી રહે છે, તેમ અમને આ મિત્ર મળી ગયો. તે અત્યંત વફાદાર, સેવાભાવી અને અમારી દરેક વાત અને દરેક તર્કથી ચકિત થનારો હતો. અને ત્રિવેણીના આવવાથી હવે અમારું પ્રેમતંત્ર વધારે મૂર્ત વાસ્તવિક કાર્યક્રમવાળું, વૈવિધ્યવાળું, સ્ફૂર્તિમય બન્યું હતું. અત્યારસુધી અમારો પ્રેમ વન્ધ્ય હતો, અમારા બેની બહાર જઈ શકતો નહોતો, ત્રિવેણી આવવાથી તેને બહાર નીકળવાનો પ્રસંગ મળ્યો.

“એક દિવસ ઉર્વશી આવી ને કોણ જાણે કેમ એકાન્તમાં મને ચુંબન કરવાની ઊર્મિ આવી ગઈ ! મેં તેનું મોં બે હાથમાં પકડ્યું તેણે તુરત ના પાડી. આપણા જેવાં દુઃખીઓએ ચુંબન થાય ? આમાંથી વાત આગળ ચાલતાં તેણે મને મારા અને ત્રિવેણીના સંબંધ વિશે પૂછપરછ કરી. બધી વાત નથી કહેતો. પણ તે દિવસે અમે બન્નેએ નક્કી કર્યું કે મારાથી મારી પત્નીનો સ્પર્શ ન થાય. મેં તેનો સ્પર્શ તજ્યો. તે પછી અમે મળ્યાં ત્યારે સ્પર્શ તજવાના મારા પગરણથી મારી પત્નીને કેવું દુ:ખ થયું, તે કેટલું રોઈ, ઊંઘી નહિ, તેણે ખાધું નહિ, વગેરે મેં અનેક હકીકત કહી, અને ઉર્વશીના જીવનમાં પહેલી વાર વિજય દેખાયો. તે પછીથી અમારી વાતો વધારે વૈવિધ્યવાળી અને રસિક બની ! મે ત્રિવેણીની સેવા, તેની મદદ એકે એક તજવા માંડ્યું. એ મારી થાળી પીરસતી તે પણ મેં બંધ કરાવ્યું. તે રાંધીને ઊઠી જાય પછી મેં હાથે લઇ ને જમવા માંડ્યું.

“આટલે સુધી પ્રેમમાં પ્રગતિ કર્યાં પછી આગળ શું કરવું? હવે કશું નવું કરવા જેવું મને દેખાતું નહોતું. અને વળી પાછી અમારા જીવનમાંથી નવીનતા સરકી જવાનો ભય પ્રત્યક્ષ દેખાવા લાગ્યો. પણ