પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
પેાતાનો દાખલો.

હતી, અને હું સામુદ્રિકના મોં સામે, અને તે ફેરવી ફેરવીને હાથ જોતો હતો તે સામે જોઈ રહ્યો હતો. થોડી વારે તેણે ઓચિંતાં કહ્યું: “પૂરા લગ્નસુખવાળું લાંબું આયુષ્ય છે.” હું કાળો ધબ પડી ગયો ! કોઈ ઊંચા ક્લાસમાં પાસ થવાના ખબર સાંભળવા જાય ને નાપાસ થયાના ખબર સાંભળે તેમ મને થયું. ત્રિવેણીએ તો બરાબર જોયું અને તે એકદમ બેઠી હતી ત્યાંથી મૂર્છિત થઈ નીચે પડી ગઈ. સામુદ્રિક ચમકી ગયો, તેના હાથમાં રેખા જોવાનો કાચ ઊડીને ક્યાંઈ પડી ગયો. હું ગભરાઈ ગયો. ત્રિવેણી તદ્દન બેભાન થઈને પડેલી હતી. તેને શરીરે શેદ વળી ગયા. તેના હાથપગ ઠંડા થઈ ગયા. તેના શ્વાસ દેખાય પણ નહિ તેવા ધીમા ચાલતા હતા. મેં નજીકમાં નજીક હોય તે ડૉક્ટરને બોલવવા કહ્યું. નીચે જ ડૉક્ટર હતો તે આવ્યો. તેણે શીશી સૂંઘાડી, હાથે પગે બ્રાન્ડી લગાડી ત્યારે ત્રિવેણી જરા સચેત થઈ. તેણે ઘેલછાવાળી આંખે ફાટેલે ડોળે, જાણે મને ઓળખ્યા વિના મારા સામે જોયું. હું એ જોઈ બી ગયો. મેં ડૉક્ટરને કારણ પૂછ્યું. હાથપગ હૃદય આંખ જોઈ ડૉક્ટરે કહ્યું: ‘આ બાઈને મહિનાઓ થયાં પોષણ જ મળ્યું નથી. ને તેના મનને કાંઈ આઘાત લાગવાથી તે બેભાન થઈ ગઈ છે. તેને સંભાળજો નહિતર કાંઈ ગમે તે થઈ બેસશે. બાઈ મરી જશે અથવા ગાંડી થઈ જશે. આમાંથી તેને બ્રેઈન ફીવર ન આવે તો સારું. ગરમ ઉપચાર કરજો. બ્રાન્ડી દૂધ પાજો. ને તાવ આવે તો તરત દાક્તરની મદદ લેજો. જો કાંઈ ગંભીર નહિ થાય ને સાચવશો તો પાંચેક દિવસમાં સારી થઈ જશે.’

‘હું ત્રિવેણીને ઘેર લઈ ગયો. એક દિવસ તે બેભાન જેવી રહી. બેભાનમાં કરેલી લવરી ઉપરથી હું સમજી શક્યો કે અમારા વિશેની કશી પણ હકીકત જાણ્યા વિના તે મારા અભાવનું સ્વરૂપ પૂરેપૂરું સમજતી હતી. વિશેષ તો કહેતો નથી પણ... પણા”

પ્રજ્ઞેશના મોં પરનો આવેશ અને એ સર્વ દબાવવાનો તેનો