પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
દ્વિરેફની વાતો.


ઊંડા ઘા પડેલા. તે ને તે વખતે પાટો બાંધી આપ્યો. એ ગયા પછી ડૉક્ટર કહે, આપણા દેશમાં મિલિટરી ખાતામાં આપણા લોકો જઈ શકતા હોત તો વિનોદરાય તો લશ્કરમાં શોભે એવા છે ! અને ખરેખર એવા જ હતા. ઘોડદોડની શરતમાં સાહેબો સાથે પણ ઊતરે અને ઘણીવાર ઈનામ લઈ જાય !

કંઈક મારું એ દંપતી તરફ વધારે ધ્યાન ગયેલું તેનું કારણ મને તેમના જીવનમાં રોમાન્સ દેખાતું તે પણ હશે. માણસને ઘણીવાર પોતાથી વિરુદ્ધ સ્વભાવવાળાં માણસો તરફ આકર્ષણ થાય છે. અમે બન્ને શાન્ત સ્વભાવનાં, અને આ વિનોદરાય ! અદમ્ય પ્રેમવાળો ! એકવાર મળવા આવ્યા હતા, અમારે પછી તો ઘણો નિકટનો પરિચય થયેલો, ત્યારે ડૉક્ટર કહે, “વિનુભાઈ રાતમાં એટલા બધા શા માટે ઘોડા દોડાવતા આવ્યા કે ઝરડું વાગ્યું ?” ત્યારે કહે—મને બરાબર યાદ છે, એ મશ્કરીના અવાજથી બોલતા હતા પણ તેમનો આવેશ સાચો હતો—કહેઃ “મારો ઊંટવાળો એક દૂહો ઘણીવાર ગાય છેઃ

પાંચ ગાઉ પાળો વસે, દશ કોશે અશવાર;
કાં ગોરીમાં ગુણ નહીં, કાં નાવલિયો નાદાર !

તે હું છતે ઘોડે દૂર પડી રહું તો નાદાર ગણાઉં ના ? દસ ગાઉમાં હોઉં તો નક્કી જાણવું કે રાત અહીં જ ગાળવાનો !” અને એ આવેશ એમના જીવનમાં સાચો હતો. એકવાર બપોરે હું મલ્લિકાને ત્યાં બેસવા ગઈ હતી. વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં લાંબું રહેવાના હોય ને મલ્લિકા એકલાં હોય ત્યારે ઘણીવાર એમને ઘેર હું બેસવા જતી. એકવાર અમે બન્ને વાતો કરતાં હતાં ત્યાં ધબ ધબ કરતા વિનોદરાય દાદર ચડ્યા અને ઑફિસે ય ગયા વિના, પરભાર્યા ઘરમાં જ

કાં ગોરીમાં ગુણ નહીં, કાં નાવલિયો નાદાર !

ગાતા ગાતા વેગથી અંદર ધસ્યા. મલ્લિકાનું મોં પડી ગયું, અને સારું