પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
સૌભાગ્યવતી ! !.

થયું તેમણે અંદર આવ્યા પછી મને તરત જોઈ! પછી પોતે મોં ધોવા ચાલ્યા ગયા. હું પણ કામનું બહાનું કાઢી ચાલી નીકળી.

મને થયું: હું અને ડૉક્ટર જેવાં માણસોની વાત જુદી છે. પણ સામાન્ય લોકોમાં, દંપતીને પ્રસંગે પ્રસંગે થોડું, જુદું રહેવાનું આવે, તો તેમના જીવનનો કંટાળો, પરસ્પરની ઉદાસીનતા ઓછી થઈ, પ્રેમ તો શી ખબર, પણ જીવનમાં રંગ તો આવે.

પણ એક વાત મને નહોતી સમજાતી. ઘણીવાર મલ્લિકાને ઊંડે ઊંડે કોઈ દુઃખ હોય એવું મને જણાતું. એને છોકરાં નહોતાં, પણ છોકરાંનું દુઃખ કરે એવી એ નહોતી. અને એ દુઃખ સાચું હોવું જોઈએ, એ કાલ્પનિક દુઃખથી દુઃખી થાય એવી નબળા મનની નહોતી. એનો સ્વભાવ જોતાં હું પૂછવાની હિંમત કરી શક્તી નહિ. એ પોતાનું દુઃખ પોતે જ કોઈની સહાનુભૂતિ વિના સહી લે એવી માનિની હતી. દહાડા જતા ગયા તેમ તેમ તેના દુઃખની ખાતરી મને વધતી ગઈ અને તેનું કૌતુક પણ વધતું ગયું.

એક વાર વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા અને મલ્લિકા મારે ઘેર બેઠી હતી. બપોરના ત્રણેકને સુમારે નોકર કહેવા આવ્યો કે સાહેબ આવ્યા છે. મારાથી કહેવાઈ ગયું કે “પધારો ગુણવંતી ગોરી, તમારા નાવલિયા આવ્યા.” પણ એમ કહીને તેમની સામે જોઉં છું તો એટલી જુગુપ્સા સંતાપ તિરસ્કાર વ્યથા મલ્લિકાના મોં પર દેખાઈ કે હું આભી જ બની ગઈ. એ લગભગ મારી ઉંમરની જ, છતાં મેં તે તદ્દન જુવાન હોય એવી મશ્કરી કરી તેથી, કે મારી મશ્કરીમાં તે છોકરાં વિનાની છે એવા કટાક્ષનો એને વહેમ પડ્યો, કે તેના ઉપર પ્રેમની સ્થૂલતાનો કે ઘેલછાનો તેને આક્ષેપ જણાયો તેથી તેને માઠું લાગ્યું કે શું તે હું કશું જ ન સમજી શકી. તેને પૂછવાને, તેની માફી માગવાને, મેં તેની સામે જોયું પણ તે મારી સામું જોયા