પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
દ્વિરેફની વાતો.

અડે છે એ ય નથી ખમાતું ! કોણ જાણે કેમ, એને મારાં હાડકાં ચામડાંની માયા હજી નથી છૂટતી ! હોય, માણસને જુવાનીમાં મદ હોય, મારેય જુવાની હતી, પણ બધી વાતનો નેઠો હોય કે નહિ ? આ તો એવો ને એવો જ રહ્યો !”

હું તો બાઈના સામું જ જોઈ રહી. થોડી વારે કહ્યું: “જો જીવી ! આવી વાત હોય તો ધણીને સમજાવવી જોઈએ. એમાં શરમાવું શું ! ચાખ્ખેચોખ્ખું કહી દેવું જોઇએ કે આનું આમ છે.”

“બહે…ન, મેં નહિ કહ્યું હોય ? કેટલી વાર કહ્યું. ઘરમાં કહ્યું. ખેતરે કહ્યું. એકવાર તો સાનમાં કહ્યું. મારા નાનો છોકરો, કેરી ચૂસી રહ્યા પછી એકલાં ગોટલાનાં છોતાં ચૂસતો હતો, અને પટેલે કહ્યું, “અલ્યા, હવે તો છાલ મેલ. એમાં શું રહ્યું છે તે ચૂસ ચૂસ કર છ ?” મોટાં છોકરાછોકરી કોઈ ઘરમાં નહોતાં તે મેં પટેલને સભળાવ્યું : “એને કહો છો ત્યારે તમે જ સમજો ને!” એ સમજ્યા, હસ્યા, પણ રાત પડી ત્યાં એના એ ! ને રાતે મોટાં છોકરાં છોકરીઓ હોય એમના દેખતાં મારાથી ભવાડા થાય ? અમારા ઘરે ય નાનાં, ઉતાવળું બોલાયે ય નહિ ! ને બહેન, સાચું માનશો ? હું ના કહું એમ એમ એને વાતનો કસ વધતો જાય. મારી ના સમજે જ નહિં ને ! જાણે પચીસ વરસના જુવાન ! કેટલાં વરસ તો મેં ખમી લીધું, કોક કોક વાર તો એટલી ચીતરી ચડે એ વાતથી, પણ શું કરું? બૈરીનો ઓશિયાળો અવતાર ! કોકવાર તો ચિડાઈ ને, જે થાય તે થવા દીધું, જાણે એ મારી કાયા જ નથી. પણ છેવટે ન ખમાયું ત્યારે નક્કી કર્યું કે હવે આ છોકરી જરા મોટી થાય એટલી વાર છે. એ તો સારું છે, બહેન, મારો ઉબેલ[૧] લાંબો છે, નહિતર સવાસૂરિયાં છોકરાં હોય તો કોઈ દી ઊઠવા વારો ન આવે ! બહે…ન ! હું બધી હિંમત હારી

  1. બે છોકરા વચ્ચેનું વરસોનુM અંતર.