પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
બે ભાઈઓ.


શહેરમાં રહેવા ગયા છે તે કોઈ સુખી થયા નથી. બધાનો નિર્વંશ જાય છે. નાના છોકરાને શી રીતે મોટો કરશે ? આ યજમાનવૃત્તિનો બધો ભાર હું તે ક્યાં સુધી માથે વેંઢારુ? નાતજાતમાં સરે–અવસરે ઊભા રહેવું એ બધું કોણ કરશે ? હું એકલો ક્યાં સુધી પહોંચીશ ગોરાની ઑફિસમાં રહેવું, બધો અનાચાર ને ભ્રષ્ટવાડ છે.” એમ એની બુદ્ધિએ અનેક કારણો શેાધી કાઢ્યાં, પણ રાજારામ ઝાલ્યો રહ્યો નહિ. ગોરાની ઑફિસમાં તે પચીસ રૂપિયાના પગારથી રહી ગયો ને શહેરમાં એક નાનું ઘર લઈ કુટુંબ સાથે રહેવા લાગ્યો. વરસમાં એકાદ વાર નાતજાતમાં તે સૌને મળવા આવતો. મોટા ભાઈને ગરાસ યજમાનના ભાગ વિશે કદી કશું પૂછતો નહિ, એટલે જો કે જીવરામને ફાયદો હતો, પણ આ લોકો શહેરમાં સ્વતંત્ર રહી સુખી થતાં હતાં તે તેનાથી ખમાતું નહોતું. વરસ દહાડે એકાદ માસ રાજારામ રહેવા આવે ત્યારે પણ “તૈયાર માલ ઉપર આવીને બેઠો, કશી ચિન્તા છે ?” વગેરે ઝીણી ઝીણી વાતો તે આખા વાતાવરણમાં ભરી દેતો.

આમ ને આમ થોડાં વરસ ચાલ્યું. જીવરામની ઈર્ષ્યા વધતી જતી હતી, તે સિવાય કશો બહારનો બનાવ બન્યો નહિં પણ રાજારામની દીકરી સાતેક વરસની થઈ ત્યારે જીવરામને એક બુટ્ટો સૂઝ્યો. તેના પોતાના છોકરા જયંતીની સગાઈ થઈ ગઈ હતી. તે પછી રાજારામના મોહનની સગાઈ કરવામાં કશી મુશ્કેલી નહોતી, કારણકે નાતજાતમાં તે પૈસાદાર ગણાય એટલો તેનો પગાર થયો હતો. જો પોતે હવે મોહનની સગાઈ કરી નાખે, તો નાતજાતમાં ભાઈના છોકરાને પણ ઠેકાણે પાડ્યાનો તેને જશ મળે ને તેને લીધે તે એકાદ બે વરસમાં રાજારામની છોડી વસંતનું પણ ક્યાંક ચોકઠું બેસાડી તેના બદલામાં પોતાના દૂરના સાળાને પરણાવી શકે, તેણે બાજીનો પહેલો દાવ નાખ્યો. મોહનની સગાઈ કરી રાજારામને સગાઈ વજવવા