પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
બે ભાઈઓ.


એ તો કોણ કહી શકે ?— પણ બધા સાંભળતા હતા ખરા ? કશું જ સાંભળવાનું ન હોય એના કરતાં જે કાંઈ હોય તે સાંભળી લેવું શું ખોટું ? અને સાંભળવામાં તેમને ક્યાં કશું નુકસાન જતું’તું ?

એક વરસ રાજારામે, જીવરામના અનેક ઠપકાને માન આપીને, છોકરાને નાતમાં મોકલવો જોઈએ તેવા આગ્રહને વશ થઈને, પણ તે સાથે છોકરાને નાનપણથી એકલા મુસાફરી કરતાં આવડવું જોઈએ એવા પોતાના વિચારથી, મોહનને સરાદિયાં ઉપર એકલો અદાવડ મોકલ્યો. મોહન જે દિવસ અદાવડ આવવાનો હતો તે દિવસ જીવરામને યજમાનમાં જવાનું હતું એટલે તેણે પોતાના દીકરા જયંતીને ટ્રેન ઉપર મોકલ્યો.

અદાવડથી ચારેક ગાઉ સ્ટેશન હતું. સ્ટેશન માત્ર ફ્લૅંગ સ્ટેશન હતું. સાંઝે દિવસ આથમ્યા પછી ગાડી આવી. જયંતી જરા મોડો પડ્યો હતો એટલે ટ્રેન દેખી તે દોડતો આવતો હતો. તેને દોડતો આવતો જોઈ, મોહન બારીમાંથી નાની ટ્રંક નીચે ફેંકી અને બારીમાંથી ઠેકડો મારી, નીચે ઊતર્યો. એ, સ્ટેશને ઊતરવાની બાજુ નહોતી, એટલે હવે બીજી બાજુ જવાને બદલે, ઝટ ઘેર જઈને મળવાના ઉત્સાહમાં અને કાંઈક ટિકિટ ન આપવાની બહાદુરીમાં, ટિકિટ આપવા ન જતાં બન્ને જણા ઉતાવળા ઉતાળવા ગામ ભણી જવા લાગ્યા.

અંધારું થવા માંડ્યું હતું. ચારે બાજુ નજર પહોંચે ત્યાં સુધી એક સરખો સપાટ પ્રદેશ હતો. ક્ષિતિજ એક સરખી ગેાળ દેખાતી હતી. માત્ર બાવળ, ખીજડા, કેરડા, કઢંગા થડવાળી પીલુડીઓ, પૃથ્વીની રુંવાટી જેવી ક્યાંક દેખાતી હતી. રાતના અંધારાથી પૃથ્વીનો રંગ વિચિત્ર અને છેતરામણો દેખાતો હતો.

જયંતીએ મોહનને મદદ કરવા તેના હાથમાંથી ટ્રંક લીધી, અને