પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
દ્વિરેફની વાતો.


ભાદરવાને તડકે બેઠાં છો તે વધારે તાવ આવશે, આમ અમને શા સારુ વિતાડો છો?” સંતોકે એક જ જવાબ આપ્યો : “હવે આ ઘરમાં મારે જીવતાં પગ નથી મૂકવો. હવે કાગળે ચડીને આવીશ.” પેલો ગોવિંદ જે રાજારામની ઑફિસમાં રહેવા તૈયાર થયો’તો તેને બોલાવી તેણે ગાડું કરાવ્યું. જીવરામે આ જાણ્યું એટલે કોઈ યજમાનને ત્યાં જવું છે કહી ઘરની કૂંચી સંતોકને આપી ત્રણેય જણાં બહાર ચાલ્યાં ગયાં. રાજારામ ઘેર આવ્યો ત્યારે તેને, વહુ ને દીકરીને ગાડામાં બેસાડી ફ્લૅંગ સ્ટેશને ચાલ્યાં જવાનું કરવા સિવાય કાંઈ બાકી રહ્યું નહોતું. ઘર વાસી પાડોશીને કૂંચી આપી તે ચાલી નીકળ્યાં. ઘર વાસતાં સંતોકે કહ્યું : “આ ઘરને આ છેલ્લો હાથ અડાડું છું.” પોતાના સામાન લેવા પણ તે ઘરની અંદર ગઈ નહોતી. ખરે બપોરે ખાધા વિના એ ચાલી નીકળ્યાં. ફળીનાં માણસો એક સ્તબ્ધ હાહાકારથી આ જોઈ રહ્યાં!

જીવરામ ને દયા ઘર છોડી ચાલ્યાં ત્યારે દાઝમાં ને દાઝમાં કોઈને જયંતી સામું જોવાનું સૂઝ્યું નહોતું. ને જયંતી તો આ બનાવોના ભારથી એટલો દબાઈ ગયો હતો કે તેને શું કહેવું સૂઝે નહિ. એક યજમાનને ત્યાં જઈ રસોઈ કરી જયંતીને જમવા ઊઠવાનું કહ્યું, અને જમવાની ના પાડી ત્યારે જ દયાને તેની સામું જોવાનું અને તેને હાથ અડકાડવાનું સૂઝ્યું. “વોય, મા, તાવ તો ધોક્યો જાય છે. નખ્ખોદણીએ પોતાનું નખ્ખોદ કાઢ્યું ને હવે મારું કાઢવા ઊભી થઈ છે ! ચાલ, બેટા, જે ભાવે તે બે કોળિયા ખાઈ લે.” કહી કામ આટોપી બન્ને પાછાં ઘેર આવ્યાં. તેઓ જાણતાં જ હતાં કે રાજારામ ગયો હશે. પાડોશીને ઘેરથી કૂંચી લઈ ઘર ઉઘાડી ખાટલો ઢાળી જયંતીને સુવાડ્યો.

એ ખાટલો ઢળાયો એ ઢળાયો, પછી એક મહિના સુધી એ ફરી ઊપડ્યો નહિ. જયંતીને ત્રિદોષ થયો, સન્નિપાત થયો. સન્નિપાતમાં તેને સંતોકને જોયાનાં અને મોહનને જોયાનાં બાલાં થતાં ને વારંવાર