પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પક્ષની સ્થાપના કરી. તે તેમનું છેલ્લું મહાન કાર્ય હતું. તે દિવસે મોતના બીછાનેથી ઉઠીને તેમણે જે ભાષણ આપ્યું તેથી હજારો લોકો લાગણીના આવેશમાં ગાંડા જેવા બની ગયા. અને તાળીઓની મોટી ગર્જના કરી મુકી. તેમના (નેશનાલીસ્ટ) પક્ષના સિદ્ધાંતો પાળવા તેઓએ જે વચનો આપેલાં તે મરતી વખતે પોતાના સ્વદેશી ભાઈઓને માટે મુસ્તફા કામેલ પાશાએ મુકેલા વારસા બરાબર ગણાશે.

પોતાના પક્ષની સ્થાપનાના કામ માટે પડેલી અથાગ મહેનતને લીધે તેમની નાજુક તબીયતને ધોકો પહોંચ્યો, કે જેથી તે ફરીથી ઉઠ્યા નહિ. મરણને બીછાને સુતાં સુતાં પોતાની લડત જારી રાખી, અને વડા પ્રધાન પર, તથા સર એડવર્ડ ગ્રેપર લખાણો કર્યાં અને ઇજીપ્શીઅનો સ્વરાજ્ય ભોગવવા લાયક નથી એવા આરોપનો સખત જવાબ વાળ્યો. ત્યારપછી ૬ઠે દિવસે તેમની જીંદગીનો અંત આવ્યો, અને ફેબ્રુવારીની ૧૦ મી તારીખે તેમણે દેહ છોડ્યો.

મુસ્તફા કામેલ પાશાના મરણના ખબર જાહેર થતાં ફેલાએલી ગમગીની વિષે તથા તેમના પાયદસ્ત સંબંધમાં ઈજીપ્તના છાપામાં નીચે મુજબ બ્યાન છે :—

મુસ્તફા કામેલ પાશાના મરણના ખબર ફેલાતાં મોટી ગમગીની ફેલાઈ અને અસંખ્યાત લોકો ‘લીવા’ પત્રની ઓફીસે ભરાવા લાગ્યા. વૃદ્ધ માણસો નાના બાળકની પેઠે