પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પોકેપોક મૂકીને રડતા હતા. પુરૂષો અને યુવાનો માટેથી રૂદન કરી વિલાપ કરતા હતા; અને એવો શોકજનક દેખાવ થઈ રહ્યો હતો કે પત્થર જેવું કઠણ હૈયું પણ પીગળી ગયા વગર રહે નહિ.

આખો દિવસ લોકોની ઠઠ ‘લીવા’ પત્રની ઓફીસ આગળ જામેલીજ રહી હતી. ત્યાં આગળ ઉભો કરેલો તંબુ શોકમાં ડૂબેલા લોકોથી ગીચ ભરાઈ ગયો હતો. મુસ્તફા કામેલ પાશાના ઘરમાંથી જનાજો નીકળ્યો તે વખતની રડાકૂટ બ્યાન ન થઈ શકે તેવી હતી. કઠણ છાતીના દેખાતા મરદોની આંખોમાંથી ચોધાર આંસુઓ વહેવા લાગ્યાં. સ્ત્રીઓ તથા બીજાઓના રૂદનથી મોટો કોલાહલ થઈ રહ્યો. જનાજાપર ઈજીપ્તનો વાવટો લપેટેલો જણાવવામાં આવે છે. રસ્તા પર પહોંચતાં કેટલીક વારે લોકો એક સરઘસના આકારમાં ગોઠવાઈને ચાલવા લાગ્યા. મુસ્તફા કામેલ પાશાની નિશાળના વિદ્યાર્થીઓ મોખરે ચાલતા હતા. ખેદીવની કાયદાની તથા દાક્તરી નીશાળોના વિદ્યાર્થીઓ હાથમાં કાળો વાવટા લઈ ચાલતા હતા. બીજી નિશાળોના વિદ્યાર્થીઓએ પણ જુદાં જુદાં શોકનાં ચિન્હો હાથમાં લઇને સરઘસમાં ભાગ લીધો હતો. બીજા હાજર માણસો મળી સરઘસમાં ભળેલાની સંખ્યા એક લાખ ઉપર હતી. આ જંગી સરઘસ ત્રણ ત્રણ માઇલની લંબાઈ પર પથરાએલું જણાવવામાં આવે છે.

લોકની મેદનીને લીધે સરઘસના રસ્તા પર ગાડી વગેરે વાહનની આવજાવ સાવ બંધ કરવામાં આવી હતી.