પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભર જુવાનીમાં તમારા જેવો દેશદાઝક, અને અમીર દિલનો નર મરણ પામ્યો છે તે દુઃખ અમે સહન કરી શકતાં નથી. ફતેહનો રસ્તો તમે અમને બતાવ્યો છે. દેશોન્નતિની જે ઈમારત તમે ઉભી કરેલી છે તેનું અને રક્ષણ કરશું. તમે રડવાને કદિ ઉત્તેજન આપ્યું નથી, પણ આજે એક દિવસ શોકમાં પડવાની અમને છુટ્ટી આપજો. કાલ સવારથી તમે છોડેલું કામ અમે ખડકની જેમ મજબૂત થઈ ઉપાડી લઈશું.”

પાચદસ્તની ક્રિયામાં ભાગ લેનારાઓમાં ઘણા નામાંકિત માણસોએ હાજરી આપી હતી.

ઈજીપ્ત માટે સ્વતંત્રતા મેળવવાની આશા રાખનારાઓમાં ૧૦મી ફેબ્રુઆરી નો દિવસ મોટા શોકનો હતો. કેરો શહેરના ઈતિહાસમાં તેવા શોકનો દાખલો અગાઉ કદિ જોવામાં આવ્યો નહોતો. અને જેમણે એમની પાયદસ્તનું સરઘસ જોએલું હશે તેઓ લાંબા વખત સુધી એ દિવસને ભૂલશે નહિ એવું જણાવવામાં આવે છે.

મુસ્તફા કામે. પાશાએ સ્થાપેલા નેશનાલીસ્ટ પક્ષ વિષે કેટલીક હકીકત નીચે મુજબ છે:—

નેશનલ પાર્ટીની સ્થાપના કરવાને એ પક્ષના ૧૦૦૦ જેટલા મેંબરોની એક ગંજાવર મીટીંગ ગયા ડીસેંબરમાં મળી હતી. તે વખતના ઠરાવોમાં પહેલો કાનુન એવો છે કે મુસ્તફા કામેલ પાશા જીંદગી સુધી એ પક્ષના આગેવાન ગણાશે. તેમના મરણ પછી ૧૦ દિવસ મીટીંગ ભરી નવા આગેવાનને