પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચૂંટી કાઢવો. નેશનાલીસ્ટ પક્ષના મેમ્બરોની એક કોંગ્રેસ દર સાલ ભરવી તેમાં ચૂંટણી કરીને કારોબારી કમીટી નીમવી. તેમાંના આઠની કમિટીની દર અઠવાડીએ મીટીંગ ભરવી.

નાઈલ નદીના આખા પ્રદેશમાં એ પક્ષના વિચારોનો છાપાદ્વારા તથા ભાષણોદ્વારા ફેલાવો થયો છે. એ પક્ષના ધનાઢ્ચ મેંબરોએ પોતાને ખરચે કેટલીક નિશાળો કાઢી છે. જે વડે એ પક્ષના સિદ્ધાંતોનો દિવસે દિવસે બહોળો પ્રચાર થતો જાય છે. તે પક્ષનો ઉદેશ ઈજીપ્ત માટે પાર્લામેંટ સ્થાપવાનો છે, તે મળતાં સુધી નેશનાલીસ્ટ પક્ષની કોંગ્રેસ દર સાલ મળતી રહેશે, અને લોકોને પોતાના હક જાળવવા માટે લાયક બનાવવા, તથા તેમનો ઉદ્ધાર કરવા બનતું કરશે.

નેશનાલીસ્ટ પક્ષની લડતમાં બ્રિટીશ સરકાર આડે આવી શકતી નથી, કારણ કે એ પક્ષ ડહાપણ વાપરી હુલ્લડખોર વર્તણુંકને ઉત્તેજન દેવાનો ઇન્કાર કરે છે.

સંબંધમાં ૬૦૦૦ માણસની એક ગંજાવર મીટીંગ આગળ મુસ્તફા કામેલ પાશાએ જણાવ્યું હતું કે ‘ઈજીપ્તના લોકોને હાલની સ્થિતિથી જાગૃત કરવાનો, પ્રજાકીય જુસ્સો પેદા કરવાનો, પ્રજાની બે કોમો વચ્ચે એકસંપી અને સુલેહ ફેલાવવાનો રસ્તો આ પક્ષ ગ્રહણ કરશે. તેનો મુખ્ય ઉદેશ એવો છે કે છેવટે ઇજીપ્તમાં પ્રજાના પ્રતિનિધિઓને રાજ કારભાર મળવો જોઈએ, તથા તેમની ઉપર યુરોપની પાર્લામેંટોના જેવી પાર્લામેંટની સર્વોપરી સત્તા ગણાય; અને ઈજીપ્તને અંદરના વહિવટ માટે સંપૂર્ણ સ્વતંત્રતા (ઇંગ્લાંડના કાબુવગરની) મળે.