પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બંને બ્હેનો વાળુ કરી પરવારી સૂઈ ગઈ. પણ ડહેલીએથી બાબરો ભૂત પસાર થતો હતો તેણે પ્રેમા પટેલના વિચાર જાણ્યા અને મનમાં બોલ્યો કે “આ પટેલને મારી સાથે મેદાન પડવાનો ગર્વ થયો છે. ઠીક છે, હું તેને જોઇએ તેટલી જમીન આપીશ અને પછી જોઈશ કે તે શું કરે છે.'


પ્રકરણ બીજું.

તે ગામડાંની નજીકમાં આશરે ૩૦૦ એકર જેટલી જમીન એક શેઠીઆના તાબામાં હતી. તે શેઠીઓ આસપાસના ખેડૂઓ સાથે સારી રીતે રહેતો હતો. પણ તેણે એક નવો કારકુન રાખેલો તે બધા પાડોશીઓને બહુ સતાવવા લાગ્યો. કોઈનાં ઢોર છૂટી તેની જમીનમાં આવે તો દંડ કરાવતો. પ્રેમો પટેલ બહુ સંભાળીને રહેતો છતાં તે તેના સપાટામાં આવી જતો. આથી તે બહુ કંટાળી ગયો હતો, તેવામાં તેને ખબર મળ્યા કે પેલા ૩૦૦ એકર વેચવામાં આવનાર છે અને કોઇ જમીનદાર તેને ખરીદી લેવા માંગે છે. આથી ખેડૂતો બધા ચિતામાં પડ્યા. તેઓ વિચારવા લાગ્યા, કે “આ તે ઉલામાંથી ચૂલમાં પડવા જેવું થશે. નવો જમીનદાર આપણાં લોહી ચુસી જશે. આપણાથી બીજે ક્યાંય ચાલ્યું જવાશે નહિ.”

આથી ગામના બધા ખેડુતો મળી શેઠીઆ પાસે ગયા, અને તેને વિનંતિ કરી કે તે જમીનદારને પેલી જમીન વેચવાને બદલે તેનેજ વેચે. તેઓ વધારે કિમ્મત આપવા તૈયાર થયા. શેઠીઆએ તે વાતની હા