પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કહી. પછી ખેડૂઓ બધા સાથે મળીને તે જમીન ખરીદી લેવાનો વિચાર કરવા એકઠા થયા. ઘણીએ મસલત કરી, પણ પેલો બાબરો તેઓને વઢાવી પાડતો, એટલે તેઓ કાંઈ નીવેડા પર આવી શક્યા નહિ. આખરે એવું નક્કી થયું, કે સૌ પોતપેતાને માટે ગમે તેટલી જમીન ખરીદે. આ વાત પણ શેઠિયાએ કખૂલ રાખી. પ્રેમા પટેલે સાંભળ્યું કે તેમાં એ કે પાડોશીએ સાઠ એકર જમીન ખરીદી લીધી છે, અને શેઠિયાએ અરધોઅરધ પૈસા બે વરસ સુધીમાં ભરી દેવાનાં કાંધા પણ તેને કરી દીધાં છે. પ્રેમા પટેલનાં મનમાં થયું કે આ તો બધા જમીન ખરીદી લેશે અને હું રહી જઈશ. આથી તેણે પટલાણીને બોલાવી કહ્યું:

“આ બધી જમીન ખરીદવા મંડ્યા છે. આપણે પણ ત્રીસેક એકર ખરીદીએ. એ વિના છૂટકો નથી. કોઈ જમીનદારને પનારે પડ્યા તો દંડ ભરીને ડૂચો નીકળી જશે.” બંનેએ જમીન લેવી એવો ઠરાવ કર્યો, સોએક રૂપિયા તેઓએ સંઘરી રાખ્યા હતા. બાકી વાછડો વેચ્યો, કંઈક દાણો વેચ્યો, છોકરાને નોકરીએ રખાવ્યો, અને એમ કરીને થોડાક વધુ રૂપિયા ભેગા કયો. આમ જમીનની અડધી કિમ્મત તો ભેગી કરી. પછી પ્રેમા પટેલે સારી, થોડી ઝાડીવાળી પચાસેક એકર જેટલી જમીન પસંદ કરી અને શેઠિયા પાસે સોદો કરવા ગયો અને બાકીના પૈસા લઈ ખત બનાવ્યાં, અને બાકીના પૈસાના કાંધા કરી બે વરસે પૂરા કરવાની શરત કરી આપી.

પ્રેમા પટેલ હવે પોતીકી જમીન ઉપર રહેવા લાગ્યા. બીયાં ઉછીના લઈ નવી જમીનમાં વાવેતર કર્યું અને મજાનો પાક ઉતાર્યો. એકજ વરસમાં તેણે દેવું બધું ખલાસ કર્યું, અને પોતે જમીનદાર થઇ બેઠો, ઢોરાંને પણ પોતાની જમીનમાં ચરાવવા લઈ ગયો. ઘાસ