પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



અગત્યના બોલ.
 


ગાંધી ગ્રંથમાળાના ત્રીજા મણકા તરીકે આ પુસ્તક જનસમાજની સમક્ષ રજૂ કરવામાં આવે છે. આશા છે કે ગુજરાતી વાંચક જગત તેને આવકાર આપશે.

આ પુસ્તક જોઈને વાંચનારની ખાત્રી થશે કે અમે ધીમે ધીમે અમારાં પુસ્તકોને જેમ બને તેમ સસ્તા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગાંધી ગ્રંથમાળાના પહેલા મણકા ઉપર કીંમત કાંઈ વધારે પડતી મૂકાઈ છે એ અમે કબૂલ કરીએ છીએ. એનાં કારણ અમારી કેટલીક મુશ્કેલીઓ, પુસ્તક પ્રગટ કરવાની ઉતાવળ, અનુભવની ખામી વગેરે હતાં. છતાં સદ્ભાગ્યે પહેલા મણકાની લગભગ બધી નકલો હવે ખપી ગઈ છે અને થોડા વખતમાં જ નવી આવૃત્તિ છપાવવામાં આવશે તેની કીંમત પણ સસ્તી જ રાખવામાં આવશે.

અમારે દિલગીરી સાથે જણાવવું પડે છે કે ગાંધી ગ્રંથમાળાના ગ્રાહકોની સંખ્યા હજુ બહુજ ઓછી છે; જો પુસ્તક એકી વખતે મોટી સંખ્યામાં છપાય તો તેની કીંમતમાં બહુ સારો ઘટાડો કરી શકાય છે પરંતુ આંગળીને વેઢે ગણી જવાય એટલી ગ્રાહકોની સંખ્યા હોવાને લીધે અમે એકી વખતે ઝાઝો પ્રત કઢાવવાની