પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વધતું. તેની ગંજી ખડકવા લાગ્યો. બળતણ પણ બીજે ક્યાંથી લાવવાનું ન રહ્યું, પોતાનું ખેતર, પોતાની વાડી, એ બધું જોઇને પટેલનાં કાળજાં ટાઢાં થયાં. જમીન તેના હાથમાં આવ્યા પછી તેનો રંગ ઓર થઈ ગયો.


પ્રકરણ ત્રીજું.

પ્રેમા પટેલ હવે સુખે રહેવા લાગ્યા. માત્ર જો આડોશી પાડોશીઓનાં ઢોરઢાંખર જમીનમાં દાખલ થઈ તેને પજવતાં ન હોત તો તેના જેવો સુખિયો કોઈ નહોતો. તેણે બધાંને બહુ ચેતવણી આપી; પણ તેની કનડગત અટકી નહિ. કોઈ દહાડો કોની ગાય તો કોઈ દિ કોઇનું ઘોડું જમીનમાં દાખલ થઈ જાય. અને ઘઉં વિગેરેનો કચ્ચરઘાણ વાળી નાંખે. પ્રેમા પટેલે બહુએ વાર તેના પાડોશીઓને ચેતવણી આપી જવા દીધા. પણ અંતે તે કાયર થયો. તેથી કોર્ટે ચઢવાનું તેણે ધાર્યું. તે જાણતો હતો કે કોઈ જાણી જોઈને ઢોરને છોડી મૂકતું નથી; છતાં તેણે વિચાર કર્યો, કે “દરરોજ આવું કેમ પાલવે ? એમને એમ ચલાવવા દઉં તો મારો બધો પાક ખલાસ થાય, માટે તેમને શીખ દીધા વિના ચાલે તેમ નથી.”

આથી તેણે હવે દરવેળા કોર્ટે ચઢવાનું શરૂ કર્યું. ઘણાએ ખેડુતોને—એક વખત, બે વખત અને પછી તો ઘણી વાર દંડ કરાવ્યા. આથી ખેડુતો બધા ચિઢાયા, અને પ્રેમા પટેલને ધરાહાર હરકત કરવા લાગ્યા. એક રાત્રે એકે તેની જમીનમાં આવી બધાંએ બાવળનાં ઝાડ પાડી નાંખ્યાં અને તેની છાલ લઇને ચાલતો થયો. પ્રેમા પટેલે સવારે ઉઠી ફરતાં ફરતાં જોયું તો એકે બાવળનું ઝાડ