લખાણ પર જાઓ

પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થોડીવારમાં પાછા તેઓ અન્દર અન્દર વઢવા લાગ્યા. પટેલે પૂછ્યું તો તેને માલમ પડ્યું, કે કેટલાક મુખીને પૂછ્યા વિના જમીન ન અપાય એમ કહેતા હતા, અને કેટલાક પૂછવાની કંઈ જરૂર નથી એમ કહેતા હતા.


પ્રકરણ છઠ્ઠું.

મ વાતો ચાલતી હતી ત્યાં કંઇક સારા દેખાવનો એક માણસ છેટેથી આવતો જણાયો. તેને જોઈ બધા ચૂપ થઈ ગયા. પેલા દુભાષિયાએ પટેલને જણાવ્યું કે તે ત્યાંનો મુખી હતો.

મુખી આવ્યો, એટલે બધા લોકાએ ઉભા થઈને તેને માન આપ્યું. પટેલે તરતજ પોતાનો સામાન ખોલી એક સરસ ચીજ કાઢી તેને ભેટ આપી. મુખીએ તે વિનયથી સ્વીકારી અને પોતાને લાયક સ્થળે બેઠો, લોકોએ બધી વાત તેને કહી અને મુખીએ તે શાંતિથી સાંભળો. પછી તે પ્રેમા પટેલની સામે જોઈ કહેવા લાગ્યો:

“ભલે તમારી મરજી પડે ત્યાંથી જોઈએ તેટલી જમીન તમે લઈ લો. અમારી પાસે પુષ્કળ જમીન છે.”

પટેલ વિચારવા લાગ્યા: “એમ કેમ લઈ લઉં ? કાંઈ ખત તો જોઈએ, નહિં તો આજ આપે અને કાલ લઈ લે તો હું શું કરૂં ?”

પછી તે બોલ્યો; “હું” તમારો ઉપકાર માનું છું. તમારે જમીન છે તે ખરૂં, પણ મારે તો થોડીજ જોઇએ છે. માત્ર એટલુંજ જાણવા માગું છું કે તમે મને કયી જમીન આપશો, અને જે આપશો તેના કાયદેસર ખત કરી આપવાના કે નહિ ? આપણી જીવનદારી મોટા