લખાણ પર જાઓ

પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મુખીએ જવાબ આપ્યો; “તમે જયાંથી ચાલવાનું શરૂ કરશે ત્યાં અમે બેસી રહીશું. તમે ચાલતાં ચાલતાં કોદાળીથી જમીન ઉપર નિશાની કરતા જજો. પછી અમે તે નિશાનીને આધારે એક લીટી દોરી આપીશું'. તમારાથી જેટલી લેવાય તેટલી લેજો, પણ એટલું ધ્યાનમાં રાખજો, કે સૂર્યાસ્ત સુધીમાં પાછું આવતા રહેવાનું છે.” પટેલ તો રાજીના રેડ થઈ ગયા. બીજે દિવસ રહેવારના વહેલા નીકળવું એમ તેણે નકકી કર્યું. રાત પડતાં ખાઈ પીને આનંદ કરી સો સૂવા ગયા. પટેલને સૂવાની સારી સગવડ કરી આપી, સહવારે વહેલા તૈયાર થવાનું કહી બધા ત્યાંથી વિદાય થયા. hogeiger પ્રકરણ સાતમું. એ છે કે મા પટેલે પથારીમાં પડ્યા, પણ ઉધ કેમેય આવી છે , નહિ. તેના મગજ માં જમીનનાજ વિચાર ધુમ્યા 1/કરતા હતા તેને વિચાર આવ્યા. “ જેટલી જમીનની "સુર" આસપાસ હું ફરી વળીશ તેટલી લઈ લઇરી, ચાલવામાં જરા પણ ખામી નહિ આવવા દઉં. દિવસે લાંબા છે તેથી વીસેક ગાઉ તે હું ખૂશીથી ચાલી શકીશ. તેટલા ચકકરમાં કેટલા એકર ભાય તેની ગણતરી પણ હું તો કરી નથી શકતા. જમીનમાં કાઈ ભાગ ખરાબ હશે તો વેચી નાંખીશ, અથવા ભાડે આપી દઇશ. અને સરસમાં સરસ ભાગ હશે તે ખેડીશ. પછી ઘણાં ઢોર પણું ખરીદીશું'. જમીન ધણી હશે એટલે ઢોરનું ખરચ જરા પણ માથે નહિ પડે.” - આવા આવા વિચારામાં લગભગ આખી રાત પટેલને નિદર - આવી નહિ, છેક પરાઢિએ જરા ઝોકું આવ્યું, હજી તો રહેજ માંખી