________________
બતાવી કહ્યું: “ આ જમાં સુધી નજર પહોંચે છે. ત્યાં સુધીની બધી જમીન અમારી છે. તમને ગમે તેટલી લઈ લેજો.” પટેલ તે બહુજ ખુશી થઈ ગયા. જમીન તેને ઘણી સારી લાગી. તેની માટી કાળી અને અને ખાતરાળ હતી. કોઈ કોઈ ઠેકાણે છાતી | સમું ઘાસ ઉભું હતું .. મુખીએ નિશાની કરી પટેલને કહ્યું, ‘ અહિ' આવે, જુઓ, તમારે અહિંથી ચાલવાનું શરૂ કરવું, અને સૂર્યાસ્ત સુધીમાં પાછું અહિં જ પહેાંચવું. જેટલી જમીનની આસપાસ ફરી વળશે એટલી તમારી ” | પટેલે કપડાં કસ્યાં, અને કોદાળી ખભે નાંખી. એકાદ ફાટલે પછે. તેમાં નાંખી ભેટમાં આંબે. પાણીની નાની શિરાઈ પણ ખભે લટકાવી લીધી. અને તૈયાર થઈ ઉભા. પહેલાં તો કયી દિશાએ જવું એ મુઝવણ થક'. પણ ઉગમણી દિશાએ જવું' એવું તરત નકકી કર્યું, સુરજની વાટ જોવા લાગ્યા. જેવી સૂરજની કાર દેખાદ, કે તરત૮ પટેલ છૂટયા, મનમાં વિચાર્યું', કે “એક ક્ષણ પણ ગુમાવવાની નથી. ટાઢા પહોરમાં ખૂબ ચલાવો.” પહેલાં તે સાધારણ ઝડેપથી ચાલવું શરૂ કર્યું", એ એક ખેતરવાં ચાલ્યા અને કોદાળીથી નિશાની કરી. એમ ચાલતા ગયા અને નિશાની કરતા ગયા. હળવે હળવે તેની ચાલ વધવા લાગી. કેટલુંક ચાલ્યા પછી પટેલે જરા પાછું', વળી જોયુ તે ટેકરી ઉપરના લેકે ચોકખા દેખાતા હતા, અને ગાડાંનાં જડાયાં પણ સૂરજનાં તેજથી ચળકતા હતાં. તેણે વિચાર્યું કે ત્રણ સાડાત્ર શું ગાઉ ચલાયું હરો. હવે તેને જરા પસીને થવા લાગ્યો, એટલે કેડીયું કાઢી ખમે