પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઈજીપ્તના ઉદ્ધારક
મુસ્તફા કામેલ પાશા
નું
જીવન ચરિત્ર.
લેખક – મહાત્મા ગાંધી.

ઇજીપ્તના નામીચા આગેવાન મુસ્તફા કામેલ પાશા ગયા ફેબ્રુવારીમાં કેરો ખાતે ૩૩ વરસની નાની વયે ગુજરી ગએલ છે. તેમનું ટુંક જીવનચરિત્ર ઇજીપ્તના છાપા ઉપરથી અમે નીચે આપીએ છીએ.

તેમનો જન્મ ૧૮૭૪માં થયો હતો. ૬ વરસની ઉમરે તેમણે અભ્યાસ શરૂ કરેલ. થોડાજ વરસના અભ્યાસ બાદ તેઓ કેરોમાં નામીચા અબાસ પાશાની યાદગીરીમાં સ્થપાએલ સંકુલમાં દાખલ થયા. તે વખતે તેમના પિતા અલી એફેંદી મહમદ મરણ પામ્યા, જેઓ સરકારી ખાતામાં મુખ્ય એન્જીનીયર હતા. મુસ્તફા કામેલ પાશાએ ૧૦ વરસની ઉમરે પ્રાથમિક કેળવણીની પરીક્ષા પહેલે નંબરે પસાર કરી. પછીના ચાર વરસમાં તેમણે મધ્યમ કેળવણીની પરીક્ષા પસાર કરી. જેમાં તેમણે એક ચાલાક અને બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે નામ કાઢ્યું. પંદરમે વરસે કાયદાનો અને ફ્રેંચનો અભ્યાસ કરવા માંડ્યો. તે વખતે તેમની રાજદ્વારી