પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“હું આ વિભાગમાં વસતો નથી.” દેવદૂતે કહ્યું.

“તમે આ રસ્તા ઉપર ક્યાંથી આવી ચઢ્યા ?”

દેવદુત— “હું તે કહી શકતો નથી.”

સ્ત્રી– “શું આપને કોઇએ લૂંટી લીધા છે ?”

દેવદુત— “પરમાત્માએ મને શિક્ષા કરી છે.”

સ્ત્રી– “શું આપ ત્યાં આગળ છેક નગ્નાવસ્થામાં, બેભાન સ્થિતિમાં પડ્યા હતા ?”

દેવદૂત— “હા, હું તદ્દન નગ્નાવસ્થામાં જતો હતો. અને ઠંડીથી અત્યંત અકડાઈ ગયો હતો. તમારા ઉદાર અને પરોપકારી ધણીએ મારા ઉપર દયા કરી; અને પોતાનો કોટ મને પહેરાવી અહીં લઈ આવ્યા. અને તમે પણ સ્વાદિષ્ટ ભોજન આપી સંતોષ્યો અને મારા ઉપર દયા કરી. પરમ દયાળુ પ્રભુ એનો બદલો તમને અવશ્ય આપશે. ”

નથુની સ્ત્રીએ પોતાના ધણીનું જે જૂનું પહેરણ સાંધ્યું હતું તે દેવદૂતને પહેરવા આપ્યું. અને એક જૂની ઇજાર પણ આપી. અને કહ્યું કે– “આપને માટે હું રસોડામાં ચૂલાની નજીક પથારી કરું છું ત્યાં સૂઈ જાઓ. રસોડામાં ગરમી હોવાથી આપને રાત્રે ઠંડી લાગશે નહિં.”

દેવદૂત કપડાં પહેરી રસોડામાં સૂઇ ગયો. નથુ અને તેની સ્ત્રી પણ સૂઈ ગયાં. નથુની સ્ત્રી સૂઇ ગઈ પણ તેને બીલકુલ નિદ્રા આવી નહિ. દેવદૂત વિષેના વિચાર તેના મનમાંથી બીલકુલ ખસતા નહોતા. વળી તેને આવતી કાલની ચિંતા થઇ કારણ કે ઘરમાં રોટલી બીલકુલ રહી નહોતી. વળી પોતાના ધણીની ઈજાર અને પહેરણ પણ દેવદૂતને આપી દીધાં હતાં. આથી તે નિરાશા થઇ. પરંતુ દેવદૂતની