પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જીંદગીનું બીજ રોપાયું. થોડી મુદતમાં તેઓ અભ્યાસ માટે ફ્રાન્સ ગયા, અને ૧૯ વરસની ઉંમરે કાયદાની પરીક્ષા પસાર કરી ડીગ્રી મેળવી.

પોતાના કાયદાના જ્ઞાનના બળવડે તેટલી ઉમરે તેમણે બહાદુરીથી રાજદ્વારી બાબતોમાં ઝંપલાવ્યું અને એક મહાન લડત શરૂ કરી. તે માટે ભાષણોથી અને લખાણોથી મહેનત કરવામાં પોતાના મરણ સુધી મથ્યા. કેરોમાં કેટલીક મંડળીઓમાં જોડાયા અને ભાષણોથી તેના મેંબરોને રાજદ્વારી હીલચાલ માટે ઉત્સાહી બનાવ્યા. ફ્રાન્સના ટુલુસ શહેરના ફ્રેંચ ચેંબરને તેમણે એક કાગળ લખ્યો. તે તેમની રાજદ્વારી જીંદગીનું પહેલું અને એક જાણવા લાયક પગથીઉં હતું. તે કાગળમાં તેમણે ઈજીપ્તની હાડમારીઓ અને સંકટોનું વર્ણન કર્યું હતું. આ હિંમતવાન અને બુદ્ધિશાળી પગલાથી તેમને રાજદ્વારી વિષય પર જાહેરમાં બોલવા પહેલી તક મળી. ટુલુસના નામીચા રાજદ્વારીઓ આગળ ભાષણ કરવાને તેમને આમંત્રણું થએલું.

મુસ્તફા કામેલ પાશા પોતાના વાક્‌ચાતુર્યથી સાંભળનારાઓને કેવા છક કરી નાખતા તેનો ખ્યાલ જેણે તેમને બોલતાં સાંભળેલ હોય તેનેજ આવી શકે. જાહેર અથવા તો ખાનગી વાતચીતમાં ને ખાસ કરીને પોતાના દેશની સ્થિતિ વિષે તેમને બોલતા સાંભળનારાઓને બહુજ રસ પડતો. જાહેર ભાષણમાં લોકોને જુસ્સો ચડાવી ઘેલાતુર