પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પ્રકરણ ૫ મું.

થુ સવારના પહોરમાં જલદી ઉઠ્યો. તેની સ્ત્રી પાડોશીને ત્યાંથી ઉછીની રોટલી લેવા ગઈ. દેવદૂત ઉઠીને મોં વગેરે ધોઈ બાંકડા ઉપર બેઠો હતો. તેનો ચહેરો આજે ઘણોજ તેજવાન લાગતો હતો. નથુએ પૂછ્યું: “વહાલા ભાઈ દેવદૂત, આપણાં પેટ ખાવાનું માંગશે અને શરીર પહેરવાનાં કપડાં માંગશે. માટે તમારે તે સાધનો મેળવવા કામ કરવું પડશે. તમો શું કામ કરી શકો એમ છો ?”

“હું કંઈ પણ જાણતા નથી.” દેવદૂતે કહ્યું.

નથુ અજાયબ થયો પણ કહ્યું, કે “તમો કંઈ જાણતા નથી એ ઠીક, પરંતુ મનુષ્ય પોતાની દૃઢ ઇચ્છાથી બધું શીખી શકે છે.”

“બીજા કરે છે તેમ હું પણ કરીશ.” દેવદૂતે કહ્યું.

“ભાઇ દેવદૂત, તું તારી કોઈ પણ હકીકત કહેતો નથી એ તારી મરજી. પરંતુ તારી જીત નિભાવવા માટે—તારી જીદંગીનાં સાધન મેળવવા માટે–તારે કમાવું જોઇશે. હું જેમ બતાવીશ એમ તું કામ કરશે તો હું તને મારે ત્યાંજ રાખીશ.”

“ઈશ્વર તમને તેનો બદલો આપશે. હું કામ કરીશ. મારે શું કરવું તે મને બતાવો.”

નથુએ દોરી લીધી અને પોતાની આંગળી વચ્ચે રાખી તેને મીણ કેમ લગાડવું તે બતાવ્યું. દેવદૂત અત્યંત ચાલાક માણસ હતો. કોઈ પણ કાર્ય તેને એક વખત બતાવ્યું કે તે તરત જ ધ્યાનમાં