પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લઇ શીખી જતો હતો. નથુએ તેને જોડાનાં તળીઆં કેમ સીવવાં, ચુંકો કેમ મારવી, વગેરે બતાવ્યું. અને દેવદૂત તે તરતજ શિખી ગયો. ત્રણ દિવસમાં તો એક હુશીયાર મોચીની સાથે હરિફાઈ કરી શકે એટલું તેને આવડી ગયું. નથુ તેની ચાલાકી જોઈ અત્યંત રાજી થયો.

હવે દેવદૂત આરામ લીધા સિવાય અત્યંત ઉલટથી કામ કરવા લાગ્યો. એને ખાવાનું પણ તદ્દન થોડું જ જોઈતું હતું. જ્યારે કામ ખલાસ થતું, ત્યારે તે તદ્દન શાંત થઈ બેસતો અને આકાશ તરફ જોયા કરતો. તે ક્વચિતજ ઘરમાંથી બહાર રસ્તા ઉપર નીકળ્યો હશે. જરૂર હોય તેનાથી કદી વધુ વાત કરી નથી. કદી હસ્યો પણ નથી. કે કદી કોઈની મશ્કરી કરી નથી. નથુ અને તેની સ્ત્રીએ ફક્ત એકજ વખત તેને હસતો જોયો હતો. અને તે જ્યારે પહેલવહેલે દિવસે નથુ સાથે રાતના આવ્યો અને તેની સ્ત્રીએ જ્યારે પ્રથમ ખાવાનું આપ્યું ત્યારેજ.


પ્રકરણ ૬ ઠું.

દિવસ ઉપર દિવસ, અઠવાડીઆં ઉપર અઠવાડીઆં એમ પસાર થવા લાગ્યાં. અને દેવદૂત નથુને ત્યાંજ રહેતો, ખાતો અને કામ કરતો. દેવદૂતના આવ્યા પછી નથુના કાર્યની ખ્યાતિ શહેર બહાર પણ પ્રસરવા લાગી. લોકો વાત કરવા લાગ્યા કે નથુ મોચીના જેવા જોડા બીજું કોઈ બનાવી શકે એમ નથી. કામ ઘણુંજ મજબુત ટકાઉ અને ચોક્ખું થાય છે. અને એને લીધે પાડોશના