પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શહેર ગામડામાંથી પણ નથુને પગરખાં વગેરે બનાવવાની વરદી દિન પ્રતિદિન વધુને વધુ મળવા લાગી.

એક દિવસ નથુ અને દેવદૂત પોતાના કામમાં બેઠા હતા. ત્યાં આગળ એક ગાડું આવીને ઉભું રહ્યું. તેમણે બારીમાંથી બહાર જોયું તો ગાડું પોતાના જ ઘર આગળ ઉભું રહેતું જોયું. ગાડામાંથી એક માણસ નીચે ઉતર્યો એટલે ભારે કપડાં પહેરેલ એક શેઠીઓ બહાર નીકળ્યો. નથુ બારણું ઉઘાડી સામે ઉતાવળથી ગયો. અને તે શેઠીઓ નીચે વળી બારણામાં પેઠો. તે શરીરે હૃષ્ટપુષ્ટ હતો. બાંકડા ઉપર બેઠો. અને પૂછ્યું:– “દુકાનનો ધણી કોણ છે ?”

નથુ આવકાર સહિત બોલ્યો:–“હું છું; મહેરબાન, કાંઈ હુકમ ?”

શેઠીઆએ પોતાના નોકરને બોલાવ્યો અને ગાડીમાંથી ચામડું લઈ આવવાની આજ્ઞા કરી. નોકર તે લઈ આવ્યો. અને શેઠીઆએ તે છોડી નથુને આપ્યું, અને કહ્યું:–“આ ચામડું તેં જોયું ? તું સમજે છે કે એ કઈ જાતનું ચામડું છે ?”

નથુએ કહ્યું:– “સાહેબ, બહુજ સુંદર ચામડું છે.”

શેઠીઆએ કહ્યું:— “તારી જીદગીમાં પણ આવું ચામડું તેં જોયું નહિ હોય. એ બહુજ કીંમતી છે. હવે આમાંથી તું મારે માટે જોડા બનાવી શકશે ?”

નથુએ કહ્યું:–“હા સાહેબ.”

શેઠીઓ બોલ્યો:–આટલું તારે ખાસ યાદ રાખવાનું છે કે તું કેવા સરસ ચામડામાંથી અને કોને સારૂ જોડા બનાવવાનો છે, તારે એવા સરસ જોડા બનાવવા પડશે કે તે એક વરસ સુધી ઘાટ બદલાયા સિવાય ચાલે. તારાથી એવી રીતે બનતું હોય તોજ ચામડું કાપજે; નહિ તો રહેવા દેજે. હું બીજી જગ્યાએ આપીશ. જો એક