લખાણ પર જાઓ

પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નોકરે કહ્યું:— “શેઠ ગાડીમાં બેસી તારે ઘેરથી ગયા કે રસ્તામાંજ ગાંડામાં તેઓ એકાએક ગુજરી ગયા. ગાડું ઘર આગળ પહોંચ્યું, ત્યારે હું પાસે ગયો અને જોઉં છું તો શેઠ ચત્તાપાટ પડેલા અને શ્વાસ પણ બંધ થઈ ગયેલો ! અમોએ ગાડામાંથી નીચે ઉતાર્યા. પરંતુ તેમનામાં જીવ નહોતો. આ આશ્ચર્યકારક તેમજ ખેદકારક બનાવ છે. મારી શેઠાણીએ તરતજ મને કહ્યું કે ‘મોચીને ત્યાં પાછો જા. અને જોડા બનાવવાનો હુકમ આપ્યો છે તેને બદલે તેજ ચામડામાંથી શબને વાસ્તે સપાટ બનાવવાનું કહી આવ, અને જ્યાં સુધી તે તૈયાર થાય ત્યાં સુધી થોભજે. અને તારી સાથેજ લઈ આવજે, આથી હું તમારી પાસે કહેવા આવ્યો છું.” દેવદૂતે સપાટ તૈયારજ કરી રાખી હતી. તેને સાફ કરીને બીજા ચામડાના ટુકડા વધેલા હતા તે એકઠા કરી એક બેંગી બનાવી. સપાટ અને તે બેંગી તે નોકરને હવાલે કરી દીધાં. નોકર તેમને પૈસા ચૂકવી આપી ત્યાંથી ચાલી નીકળ્યો.


પ્રકરણ ૮ મું.

ક વર્ષ પૂરું થયું. બે પૂરાં થયાં અને દેવદૂતને નથુને ત્યાં રહેવાને હવે પાંચ વર્ષ થઈ ગયાં, દેવદૂત અગાઉની માફકજ રહેતો હતો. તે કદી બહાર ગયો નથી. કદી બીનજરૂરી વાત કરી નથી. અને સઘળા વખતમાં ફkત બેજ વાર હસ્યો છે. પહેલી વાર-જ્યારે તે નથુને ઘેર આવ્યો અને નથુની સ્ત્રીએ તેને ખાવાનું આપ્યું ત્યારે; બીજી વાર જ્યારે તે શેઠીઓ દુકાનમાં આવીને બેઠો હતો ત્યારે. નથુ દેવદત્તના