પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બનાવી દેતા, અને પોતાના દેશાભિમાનની લાગણી વડે તેમનાં મન હરી લેતા. તેમની રાજનીતિ એકદમ પ્રજાપક્ષી (નેશનેલીસ્ટ, અથવા હિંદમાંની એકસ્ટ્રીમીસ્ટોની પદ્ધતિને મળતી) હતી. રાયથી તે રંક સુધી દરેક વર્ગ ના લોક તેમના ભાષણ સાંભળવા ઉભરાઈ જતા; અને તે દરેકને મુસ્તફા કામેલ પાશા પ્રજાકીય ભાઈચારાનો બોધ આપતા. કેરો અને આલેકઝાંડ્રીઆના લોકોમાં ૧૮૯૫ થી ૧૯૦૭ સુધી તેમણે પોતાનાં ભાષણો ફેલાવ્યા. તે ભાષણો તેઓ અત્યંત બુદ્ધિપૂર્વક અને સુંદર રીતે ઘડી કાઢી તૈયાર કરતા, અને હંમેશાં તે ફતેહમંદ ઉતર્યા છે.

મુસ્તફા કામેલ પાશાને લોકો પોતાનો રખેવાળ અને ઉદ્ધારક ગણતા. લોકોનો તેમના પર કેટલો પ્યાર હતો તે વિષે ઘણી લાગણી ભરેલી વાર્તાઓ છે. જ્યારે જ્યારે કોઈ કોમને (અંગ્રેજ) સરકાર સામે ફરિયાદ હોય ત્યારે તેઓ મુસ્તફા કામેલ પાશાના છાપાની ઓફીસને ઘેરી લેતા, અને વચ્ચે પડવા અથવા રસ્તો બતાવવા પાશા આગળ પોકાર કરતા. તે વખતે તેમને કેમ વર્તવું તેની પાશા શિખામણ આપતા, અને કહેતા કે દ્રઢતા અને હિંંમતથી કામ લ્યો. સત્ય અને ફરજને અડગ રીતે વળગી રહેજો. આ સદગુણોને લીધે પાશાએ પોતે નામ કાઢ્યું હતું.

લોકો તમને કેટલા પ્યારથી ચાહતા તેનો એક દાખલો પાશા મગરૂરી સાથે કહેતા. એક વખત ભાષણ