લખાણ પર જાઓ

પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપવાના હોલમાં જવા માટે તેઓ “અરબાગી” ભાડે કરીને હોલમાં ગયા. પછી હાંકનારને કલાક કરતાં વધુ વખત સુધી ખોટી કરી મૂક્યો. ભાષણ કરી આવીને પાશાએ ભાડું આપવા માંડતાં હાંકનારે હઠ કરી પૈસા લેવા ચોખી ના પાડી, અને જણાવ્યું કે લોકોના આગેવાનની સેવા કરવા માટે મને બહુ આનંદ અને મગરૂરી થાય છે. તેઓ તેમાં કેટલા ચહવાતા તેની આવી ઘણી સાબીતીએ મળી આવે છે. લોકો તેના બોલ સાંભળી ઝનુની બની જતા, અને ફરજ બજાવવા તથા ઈજીપ્તની ઉન્નતિ કરવા આતુર હતા.

વિદ્યાર્થી વર્ગમાં તેમની લોકપ્રિયતા બેહદ હતી. એક વિદ્વાન માણસે કહ્યું હતું કે ઈજીપ્તમાં કાયદાનો અભ્યાસ કરનાર બધાએ વિદ્યાર્થીઓ પાશાના પક્ષકારો હતા. જ્યારે પાશા યુરોપમાંથી પાછા ફર્યા ત્યારે તેમના માનમાં વિદ્યાર્થીઓ અને લોકોનું જેવડું સરઘસ નીકળ્યું હતું, તેવું એકે ઇજીપ્શીઅનના માનમાં અગાઉ કદિ નીકળ્યું નહોતું.

મુસ્તફા કામેલ પાશા એક ઉતમ ભાષણકર્તા હતા તે ઉપરાંત એક સરસ લેખક પણ હતા. ઈંગ્લાંડના ‘ડેલી ન્ચુસ’ પત્રના જણાવવા પ્રમાણે દુનિઆના મુસલમાનોમાં તેઓ એક બાહોશ છાપાકાર હતા. નિશાળે જતા તે અરસામાં તેમણે ‘રોમન ગુલામગીરી’ પર પુસ્તક લખ્યું હતું, તથા ‘પ્રજાઓની જીદગી’ એ વિષય ઉપર, એક ગ્રંથ